CCTV Footage: Theft Caught In Denabank At Banaskantha
  • Home
  • Videos
  • Featured Videos
  • બેન્ક કર્મચારીની જ પૈસા ભરેલી બેગની ઉઠાંતરી કરી ભાગતા ગઠિયાનો Video આવ્યો સામે

બેન્ક કર્મચારીની જ પૈસા ભરેલી બેગની ઉઠાંતરી કરી ભાગતા ગઠિયાનો Video આવ્યો સામે

 | 3:22 pm IST

બેન્ક બહાર કે બેન્કના પરિસરમાંથી લૂંટફાટની ઘટનાના સમાચાર ઘણા સામે આવતા હોય છે. ત્યારે આજે ગુજરાતના બનાસકાંઠામાં ધોળાદિવસે લૂંટ કરતાં ગઠિયાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. બનાસકાંઠાના થરાદમાં આવેલ દેના ગ્રામીણ બેન્કના કર્મચારીની 1 લાખ રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી કરી યુવક ભાગી જાય છે. ત્યારે સમગ્ર બેન્કમાં ચકચાર મચી જવા પામી હતી.

બેન્કમાંથી ઉઠાંતરીની ઘટના બાદ બેન્કના કર્મચારીઓએ દોડાદોડી કરી મૂકી પરંતુ તે લોકો કોઇ સમજે તે પહેલાં ચોર ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ બેન્કે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં ઘટનાસ્થળે દોડી આવી હતી. બાદમાં થરાદ પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી તો ગઠિયો કેવી રીતે ઉઠાંતરી કરીને ભાગે છે તેનો સમગ્ર વીડિયો સામે આવ્યો છે.