CCTV Footage Video Of Karachi Airplane Crash From Seconds Before Near International Airport
  • Home
  • Featured
  • કરાંચી પ્લેન ક્રેસ પહેલાનો ભયંકર વીડિયો આવ્યો સામે, CCTV ફૂટેજમાં કેદ થઈ આખી ઘટના

કરાંચી પ્લેન ક્રેસ પહેલાનો ભયંકર વીડિયો આવ્યો સામે, CCTV ફૂટેજમાં કેદ થઈ આખી ઘટના

 | 11:38 pm IST

પાકિસ્તાનના કરાંચી શહેરમાં 100 મુસાફરો ભરેલુ એક વિમાન રન વે પર લેન્ડિંગ કરે તેના એક કલાક પહેલા જ રહેવાસી વિસ્તારમાં જ ધડાકાભેર તુટી પડ્યું હતું. આ વિમાન જિન્ના ઈન્ટરનેશનલ એરપોર્ટથી થોડે  જ દૂર આવેલા રહેવાસી વિસ્તારમાં આગનો ગોળો બની ગયું હતું. આ ઘટનાનો આખો વીડિયો સામે આવ્યો છે.

આવી રીતે સર્જાઈ વિમાન દુર્ઘટના

પાકિસ્તાન ઈન્ટરનેશન એરલાઈન્સના એક પેસેન્જર વિમાનને શુક્રવારે બપોરે કરાંચી ખાતે આવેલા જિન્ના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરવાનું હતું. પરંતુ વિમાનમાં કોઈ ગંભીર યાંત્રીક ખામી સર્જાતા વિમાન રનવે થી માત્ર એકાદ જ કિલોમીટર દૂર રહી ગયું હતું. વિમાનમાં 100 જેટલા લોકો સવાર હતાં. વિમાન જે વિસ્તારમાં ધડાકાભેર તુટી પડ્યું ત્યાંનો એક સ્પષ્ટ વીડિયો સામે આવ્યો છે.

વીડિયોમાં વિમાન એકદમ નીચા અંતરે ઉડાન ભરતુ જણાય છે. આ વિમાન PK-8303 લાહોરથી આવી રહ્યું હતું અને કરાંચીમાં ઉતરાણ કરવાનું હતું. વિમાન ઉતરાણ કરે તેના એક કે બે મીનીટ પહેલા જ અચાનક એક મકાન સાથે જઈને અથડાય છે. વિમાન પડતાની સાથે આકાશમાં ધુમાડે ધુમાડા નિકળવા લાગે છે. વિમાન સંપૂર્ણ પણે નાશ મામે છે. આ આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ છે.

આ અકસ્માતના થોડા જ સમય પહેલા વિમાનના પાયલટ સજ્જાદ ગુલનો એક છેલ્લો ડિસ્ટેસ કોલમાં થયેલી વાતચીત સામે આવી છે. જેમાં સ્પષ્ટ જાણવા મળે છે કે, વિમાન ક્રેસ થયું તેની ગણતરીની સેકંડ પહેલા શું બન્યું હતું. કોલમાં જાણવા મળ્યા પ્રમાણે વિમાનના પાયલટે સિગ્નલ તુટતા કંટ્રોલ રૂમને એન્જીન ખરાબ થઈ ગયુ હોવાની જાણકારી આપી હતી અને થોડી જ ક્ષણોમાં આ ભયાનક અકસ્માત સર્જાઈ ગયો હતો.

બે રાઉન્ડ લગાવીને લેન્ડિંગ કરીશું : પાયલટ

અકસ્માત સર્જાયો તેનીએ 10 મીનીટ પહેલા જ પાયલટનો એર ટ્ર્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તુટી ગયો હતો. કરાંચી એરપોર્ટ પર લેંડિંગ પહેલા જ પાયલટે કહ્યું હતું કે, તેઓ બે રાઉંડ લગાવ્યા બાદ વિમાનને લેન્ડિંગ કરાવશે. પાયલટે લેંડિંગ ગિયર ખોલવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ તે ખુલ્યુ જ નહોતુ. પાકિસ્તાનના એક રિપોર્ટરના જણાવ્યા પ્રમાણે, પાલયટ લેંડિંગ કરવા માંગતો હતો પણ વ્હિલ જ ખુલી શક્યા નહોતા જેથી તેમને સૂચના આપવામાં આવી હતી કે તે થોડો સમય હવામાં જ વિમાનના ચક્કર લગાવતા રહે. જવાબમાં પાયલટે કહ્યું હતું કે, અમે 2 રાઉન્ડ લગાવીશું અને ત્યાર બાદ લેન્ડિંગ કરીશું. પરંતુ આ દરમિયાન જ વિમાન અચાનક એક રહેવાસી વિસ્તારમાં જઈને તુટી પડ્યું  હતું. જેમાં સવાર તમામ 98 લોકો મોતને ભેટ્યાની આશંકા છે.

આ વીડિયો પણ જુઓ : ગુજરાતમાં રીકવરી રેટ 44.03 ટકા જયંતિ રવિ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન