CCTV footage video viral at midnight, leopard spotted inside this coffee shop in Nashik
  • Home
  • Featured
  • હિમ્મત હોય તે લોકો જ જોજો, રાતના અંધારાના આ CCTV ફુટેજ જોઇ તમે પણ ચોંકી જશો

હિમ્મત હોય તે લોકો જ જોજો, રાતના અંધારાના આ CCTV ફુટેજ જોઇ તમે પણ ચોંકી જશો

 | 2:28 pm IST

એક સીસીટીવી ફુટેજ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ 7 સેકન્ડનો વીડિયો એક ચિત્તાનો છે જે નાસિકના એક કોફી શોપમાં ફરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો ઇન્ડિયન ફોરેસ્ટ ઓફિસ સુશાંતા નંદાએ તેમના ટ્વિટર પર શેર કર્યો છે. સાથે જ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે નાસિકના આ કોફી શોપમાં કોફી પીવા સ્પેશ્યિલ મહેમાન આવ્યા હતા.

આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો એક સીસીટીવી ફુટેજમાંથીનીકાળવામાં આવ્યા છે. જેમા તમે જોઇ શકો છો કે કેવી રીતે અડધી રાતે ચિત્તો ચિંતા વગર કોફી શોપમાં ફરતો નજરે પડી રહ્યો છે. વીડિયો પર હાલ લોકો કોમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે તે રાતે કોફી શોપમાં તેનો શિકાર શોધવા નીકળ્યો છે. ત્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે જંગલી જાનવરોને લોકડાઉનમાં ખૂબ ફાયદો થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન