CDC Report Says Coronavirus already spreading Mid-December in US
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • USના CDC રિપોર્ટમાં કોરોના ફેલાવાને લઇ ચોંકાવનારો દાવો, ચીનમાં નહીં પરંતુ…

USના CDC રિપોર્ટમાં કોરોના ફેલાવાને લઇ ચોંકાવનારો દાવો, ચીનમાં નહીં પરંતુ…

 | 11:18 am IST
  • Share

કોરોના વાયરસ (Corona Virus)નું ઇન્ફેકશન ડિસેમ્બર 2019માં – અમેરિકા (America)માં ફેલાવાનું શરૂ થવા લાગ્યું હતું. તેના થોડા અઠવાડિયા બાદ ચીન (China)માં જોવા મળ્યું અને એક મહિના બાદ હેલ્થ એડમિનિસ્ટ્રેશનને તેનો પ્રથમ કેસ મળ્યો. આ વિશે પ્રકાશિત એક સરકારી અભ્યાસમાં ખુલાસો થયો છે. નોંધપાત્ર વાત એ છે કે અમેરિકા મહામારીની શરૂઆતથી જ તેને યોગ્ય રીતે ના ઉકેલવાની અને સચ્ચાઇ છુપાવવાને લઇ પ્રહારો કરી રહ્યું છે. તાજેતરના અધ્યયનથી બંને દેશો વચ્ચેના તણાવમાં નવો વળાંક આવી શકે છે.

CDC એ કર્યો અભ્યાસ

વોલ સ્ટ્રીટ જર્નલના મતે અભ્યાસમાં એ પુરાવાઓને બળ મળ્યું છે જેમના મતે સ્વાસ્થ્ય પ્રશાસન અને સંશોધનકારોને ઇન્ફેકશન અંગે ખબર પડે તે પહેલાં જ વાયરસ દુનિયાભરમાં ફેલાઇ રહ્યો હતો. અમેરિકાના સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ અમેરિકન રેડ ક્રોસમાંથી એકત્રિત કરેલા 7389 બ્લડ સેમ્પલનો અભ્યાસ કર્યો. તેમાંથી 106માં ચેપ જોવા મળ્યો છે. ક્લિનિકલ ઇન્ફેક્શિયસ ડિસિસીસમાં આ સ્ટડી પ્રકાશિત કરાયો છે.

એન્ટિબોડીઝ મળી

આ નમૂનાઓ 13 ડિસેમ્બરથી 17 જાન્યુઆરીની વચ્ચે લેવામાં આવ્યા હતા. ત્યારબાદ એ જોવા માટે ટેસ્ટ કરાયો હતો કે શું તેમાં કોરોના વાયરસ સામે લડનાર એન્ટીબોડીઝ છે. રિપોર્ટમાં રિસર્ચર્સ એ કહ્યું કે એ અશકય છે કે SARS-CoV-2 ઇન્ફેકશન અમેરિકામાં ડિસેમ્બર 2019માં જ હતું જ્યારે અત્યાર સુધી માનવામાં આવી રહ્યું હતું કે આ બાદમાં પહોંચ્યું છે.

અમેરિકાએ ચીન પર નિશાન સાંધ્યું

નોંધપાત્ર વાત એ છે કે વિશ્વવ્યાપી રોગચાળો ફાટી નીકળ્યો ત્યારથી અમેરિકા ચીન પર હુમલો કરી રહ્યું છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોનાને ચીની વાયરસ ગણાવ્યો હતો. હુબેઇના વુહાનમાં ચેપનો પ્રથમ કેસ આવ્યાના સમાચાર હતા, ત્યારબાદ તે વિશ્વભરમાં ફેલાયો. ચીને આ આરોપનું ખંડન કર્યું છે અને અન્ય દેશોએ તેના પર માહિતી છુપાવવાનો અને જૂઠ્ઠું બોલવાનો આરોપ મૂક્યો છે. WHO પર પણ ચીનની સાથે મળીને વિશ્વને અંધારામાં રાખવાનો આરોપ મૂકાયો છે.

ચીને ભારત પર આરોપ લગાવ્યો

તો ચીની અકાદમી ઓફ સાયન્સના વૈજ્ઞાનિકોની એક ટીમે કહ્યું કે કોરોના વાયરસનો જન્મ શકય છે કે ભારતમાં 2019માં ઉનાળામાં થયો હતો. ચીની ટીમે દાવો કર્યો હતો કે પ્રાણીઓના દૂષિત પાણી દ્વારા કોરોના વાયરસ માણસોમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તે વુહાન પહોંચ્યો જ્યાંથી કોરોના વાયરસની ઓળખ પ્રથમ થઈ હતી. જો કે, યુકેની ગ્લાસગો યુનિવર્સિટીના નિષ્ણાંત ડેવિડ રોબર્ટસને ડેઇલી મેઇલને કહ્યું હતું કે, ચીની સંશોધન ખૂબ જ ખામીયુક્ત છે અને તેનાથી કોરોના વાયરસ વિશેની આપણી સમજમાં બિલકુલ વધારો થતો નથી.

આ વીડિયો પણ જુઓ : ઓર્ગેનિક ખેતી માં ફાયદો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન