સીડીઆર ચોરીપ્રકરણમાં યવતમાળ સાયબર સેલના કોન્સ્ટેબલની ધરપકડ - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • સીડીઆર ચોરીપ્રકરણમાં યવતમાળ સાયબર સેલના કોન્સ્ટેબલની ધરપકડ

સીડીઆર ચોરીપ્રકરણમાં યવતમાળ સાયબર સેલના કોન્સ્ટેબલની ધરપકડ

 | 12:03 am IST

મુંબઈ, તા. ૨૩

રાજ્ય આખામાં ચકચાર જગાવનારા એસડીઆર અને સીડીઆર ડેટા ખાનગી ડિટેક્ટિવને પૂરા પાડવાના પ્રકરણમાં યવતમાળ સાઇબર સેલમાં કાર્યરત પોલીસકર્મીની થાણે ક્રાઇમ બ્રાંચે ગુરુવારે ધરપકડ કરી હતી. વિશેષ વાત તો એ છે કે આ પ્રકરણમાં અગાઉ ધરપકડ કરવામાં આવેલા યવતમાળના અજિંક્ય નાગરગોજેને આ પોલીસકર્મી ડેટા પૂરા પાડતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસકર્મીનું નામ નીતિન ખવડે હોવાનું થાણે ક્રાઇમ બ્રાંચના અધિકારીએ જણાવ્યું હતું. છેલ્લાં અઢી વર્ષથી તે સાઇબર સેલમાં કામ કરતો હતો. જોકે આખા પ્રકરણમાં પ્રતિષ્ઠિતોના ડેટાની કોણે ડિમાન્ડ કરી હતી તેની તપાસ પોલીસ કરી રહી છે.

ખાનગી ડિટેક્ટિવને ડેટા વેચવાના ગુનામાં થાણે પોલીસે યવતમાળના અજિંક્ય નાગરગોજેની ધરપકડ કરી હતી. અજિંક્યએ યવતમાળ જિલ્લાના એસપીના મેલ આઇડી અને પાસવર્ડ વાપરીને આ ડેટા મેળવ્યા હોવાનું શરૂઆતમાં કહેવાઇ રહ્યું હતું. જોકે આ ગુનાની થાણે ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી હતી. આ માટે યવતમાળ સાયબર સેલના પોલીસકર્મીને તપાસ માટે બે વાર પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો. પોલીસે કરેલી તપાસમાં અજિંક્ય નાગરગોજેએ ખાનગી ડિટેક્ટિવ રજની પંડિતને વેચેલા ડેટા સાયબર સેલમાં કાર્યરત પોલીસકર્મી નીતિન ખવડેના આઇડી પરથી ટ્રાન્ઝેક્શન કર્યા હોવાનું સ્પષ્ટ થયું હતું.

આના પરથી નીતિનને ફરી બુધવારે તપાસ માટે બોલાવવામાં આવ્યો હતો અને ત્યાર બાદ થાણે પોલીસે તેની ધરપકડ કરી હતી. અજિંક્ય નાગરગોજે એથિકલ હેકર તરીકે યવતમાળ પોલીસ માટે કામ કરતો હતો. આ જ સમયગાળા દરમિયાન સાઇબર સેલમાં તેનું આવનજાવન રહેતું હતું અને નીતિન ખવડે સાથે તેનો સંપર્ક થયો હતો. નીતિને ત્યાર બાદ અમુક પ્રતિષ્ઠિતોના મોબાઇલના એસડીઆર-સીડીઆર અજિંક્યને ફોરવર્ડ કર્યા હતા.  ખાનગી ડિટેક્ટિવે યવતમાળના પ્રતિષ્ઠિતોના ડેટા કેમ મગાવ્યા. આ માટે કોણે ડિમાન્ડ કરી હતી. તેની શોધ થાણે ક્રાઇમ બ્રાંચ કરી રહી છે. પોલીસ ફોર્સમાં વિશ્વાસઘાતી સિવાય ડેટા બહાર જવા શક્ય નથી, એવું શરૂઆતથી પોલીસને જણાઇ રહ્યું હતું, જેને કારણે નાગરગોજે બાદ નીતિન ખવડેની ધરપકડ થઇ છે.

;