ઈદ અલ્લાહનો આભાર માનવાનો દિવસ, મુસ્લિમ લોકો આ દિવસે કરે છે પુણ્ય - Sandesh
  • Home
  • Astrology
  • ઈદ અલ્લાહનો આભાર માનવાનો દિવસ, મુસ્લિમ લોકો આ દિવસે કરે છે પુણ્ય

ઈદ અલ્લાહનો આભાર માનવાનો દિવસ, મુસ્લિમ લોકો આ દિવસે કરે છે પુણ્ય

 | 3:55 pm IST

રમઝાન ઉલ મુબારકના મહિના (લગભગ આખો મહિનો રોઝા રાખવા અને દાન પુણ્ય કરવું) બાદ મુસ્લિમ મઝહબી આનંદનો ઉત્સવની ઉજવણી કરે ચે. ઇદ ઉલ-ફિતર નામનો આ તહેવાર રમઝાન મહિનો પૂરો થયો બાદ વર્ષનાં 10માં મહિનામાં શવ્વાલનાં પ્રથમ દિવસે હોય છે.

પ્રથમ ઇદ ઉલ-ફિતર પૈગમ્બર મુહમ્મદએ સન 624 ઇસવીમાં જંગ-એ-બદર બાદ મનાવી હતી. ઉપવાસની સમાપ્તિ પર ખુશી સિવાય ઇદ અલ્લાહનો આભાર માનવાનો પણ દિવસ છે. ઇદમાં મુસ્લિમ લોકો અલ્લાહનો આભાર એટલા માટે પણ માને છે કે તેમને મહિના માટે ઉપવાસ કરવાની શક્તિ આપી.

નવા કપડા પહેરવા અને પરિજનો અને દોસ્તો વચ્ચે ભેંટોનું આદાન-પ્રદાન કરવું ઇદનો ખાસ ભાગ છે. સેવઇયાં આ તહેવારનું ખાસ વ્યંજન છે. મસ્જિદમાં સવારની નમાઝ પહેલા આ દિવસે દાન અથવા ભેંટો આપવી જરૂરી છે. જેને જકાત ઉલ-ફિતર કહેવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના ઘરેલું અને આપસી ઝઘડાને ભૂલાવી નાંખે છે.