જાણી લો વેેલેન્ટાઇન ડે પછી 15 to 20 ફેબ.માં કયા ડે ઉજવાય છે - Sandesh
  • Home
  • Lifestyle
  • જાણી લો વેેલેન્ટાઇન ડે પછી 15 to 20 ફેબ.માં કયા ડે ઉજવાય છે

જાણી લો વેેલેન્ટાઇન ડે પછી 15 to 20 ફેબ.માં કયા ડે ઉજવાય છે

 | 2:37 pm IST

ફેબ્રુઆરી એટલે વસંતનો મહિનો. રોમાન્સની ઋતુ. એકંદરે આ આખું અઠવાડિયું નિર્દોષ, નિર્મળ, મોજમસ્તી કરવાનું, પ્રેમની અભિવ્યકિત કરવાનું અને સંબંધોની ગાંઠને સ્નેહભીની લાગણીઓથી ગુંથવાનું, તહેવારોનું અઠવાડિયું છે. આપણે ત્યાં વેલેન્ટાઈન-ડેને બાદ કરતાં અન્ય ‘ડે’નું હજુ જાજું ચલણ નથી. પણ, 12મીએ કિસ-ડે અને 13મીએ હગ-ડેના તહેવારો ઉજવવા જેવા તો ખરા જ. સાચું કે નહીં…!!! આમ, 15 ફેબ્રુઆરીના રોજ સ્લેપ-ડે પણ ઉજવાય છે. જો કે આ સ્લેપ-ડે પણ અદભુત છે. સ્લેપ એટલે થપ્પડ મારવી. થપ્પડ મારવાની મોજ માણવાની! અને હા, આ દિવસે શાળા-કોલેજોમાં ટીખળી યુવાનો સહાઘ્યાયી યુવતીઓના નિતંબ ઉપર હળવી ટપલી મારવાનો લાભ પણ લઈ લે છે. તો જાણી લો આવા જ કેટલાક દિવસો વિશે…

15 ફેબ્રુઆરી
આ દિવસે સાચવીને રહો કારણ કે સ્લેપ ડે છે.

16 ફેબ્રુઆરી
આ દિવસને કિક ડેના રૂપમાં મનાવવામાં આવે છે. તમારા પ્રેમને વ્હાલથી કિક કરો અને પ્રેમમાં હળવી મજાક મસ્તીનો આનંદ લો.

17 ફેબ્રુઆરી
પરફ્યૂમ ડે, આ દિવસે ફૂલો અને પરફ્યુમ ભેટ કરીને પ્રેમની સુવાસનો આનંદ લો.

18 ફેબ્રુઆરી
ફ્લર્ટિંગ ડે, તમારા પ્રેમી સાથે ફ્લર્ટ કરીને આ ડેની મજા લઈ શકો છો.

19 ફેબ્રુઆરી
કન્ફેશન ડે, આ દિવસે તમે બધી ભૂલોને તમારા પ્રિય સામે કન્ફેસ કરો અને તે ભૂલો ફરી ન કરવાનું વચન આપો. આમ કરવાથી તમારા સંબંધો વધુ મજબૂત થશે.

20 ફેબ્રુઆરી
મિસિંગ ડે, આ દિવસને એન્જોય કરવા માટે તમારા પ્રિયથી દૂર રહો અને એકબીજાની સાથે વીતાવેલા સમયને યાદ કરો. આમ, તમારા પ્રિયતમને પ્રેમ ભર્યો મિસિંગ યુનો સંદેશ મોકલો.

પ્રેમનું આ ટાઈમ ટેબલ યાદ કરી લો અને પ્રેમની પરીક્ષા માટે તૈયાર પણ થઈ જાઓ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન