celebrating-november-14-as-rasgulla-day-in-west-bengal
  • Home
  • Featured
  • 14 નવેમ્બરે પશ્ચિમ બંગાળમાં ‘રસગુલ્લા’ દિવસ તરીકે ઉજવણી કરાશે

14 નવેમ્બરે પશ્ચિમ બંગાળમાં ‘રસગુલ્લા’ દિવસ તરીકે ઉજવણી કરાશે

 | 9:34 am IST

‘રસગુલ્લા’નું નામ પડતાંજ મોંમા પાણી આવી જાય છે. આ મીઠાશ ધરાવતી મીઠાઈ આમતો ભારતભરમાં લોકપ્રિય છે પણ ખાસ આ મિઠાઈ પશ્ચિમ બંગાળની દેન છે તેવુ કહી શકાય. આ વાતને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળ સરકારે 14 નવેમ્બરને રસગુલ્લા દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે.

ગયા વર્ષે આ દિવસે પશ્ચિમ બંગાળના પ્રખ્યાત રસગુસ્સાને બંગાળી રસગુલ્લા તરીકેનું જીઓગ્રોફિકલ ઇન્ડિકેશન મળ્યુ હતું.આ કાર્યક્રમનાં ભાગરૂપે કોલકાતાનાં ઇકો પાર્ક ખાતે ‘મિસ્તી હબ’ ખાતે વિવિધ પ્રકારનાં રસગુલ્લાનું પ્રદર્શન કરવામાં આવશે. લોકો રસગુલ્લાની આ તમામ વેરાયટી જોઇ શકશે.

આ ઇકો પાર્ક પશ્ચિમ બંગાળનાં વેસ્ટ બેંગાલ હાઉસીંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલેપમેન્ટ કોર્પોરેશન દ્વારા સંચાલિચ છે.પશ્ચિમ બંગાળનાં એક સિનીયર અધિકારીએ જણાવ્યું કે, રસગુલ્લાને વિશેષ સ્ટેટસ (GI tag) મળ્યુ તેને એક વર્ષ પુરુ થયુ છે અને અમે તેનો ઉત્સવ મનાવીએ છીએ. અમે આ કાર્યક્રમ રાજ્યનાં સ્વીટમીટ મેકર એસોશિએશનનાં સહયોગથી મનાવીએ છીએ”

પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા આ ‘મિસ્તી હબ’ગયા વર્ષે 5 જુલાઇનાં રોજ શરૂ કરવામાં આવ્યુ હતું. અહીંયા બંગાળનાં પ્રખ્યાત મીઠાઇ બનાવવા વાળાની દુકાનો આવેલી છે. એક જ સ્થળે તમામ મિઠાઇઓ મળી રહે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 14 નવેમ્બરનાં રોજ યોજાનારા કાર્યક્રમાં રસગુલ્લાનાં ઇતિહાસ વિશે પણ ચર્ચા થશે.

જિયોગ્રોફિકલ ઇન્ડિકેશન ટેગ કોઇ પ્રોડક્ટને મળે એનો મતલબ એવો થાય છે આ પ્રોડક્ટ કોઇ એક ચોક્કસ વિસ્તારમાં જ મળે છે અને તેના માટે તે ખ્યાતિપ્રાપ્ત છે. જેમ કે, ગુજરાતમાં કેસર કેરીને આ ટેગ મળેલું છે.  તો સ્વાદના શોખીનો માટે આ એક સારા સમચાર કહી શકાય.