US અને INDIAના ઝંડા ઊંચા રહે… બે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ

અમેરિકામાં ડીએફડબ્લ્યુ સિનિયર સીટીઝન સમાજ દ્વારા 31 જુલાઈ શનીવાર રોજ 4 જુલાઈ અમેરિકા તથા 15 ઓગષ્ટે ભારતીય સ્વાતંત્ર્ય દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સાંજે 5કલાકે હિન્દુ ટેમ્પલમાં આ ઉજવણી કરાઈ હતી. ઉજવણીમાં ૩૦૦ જેટલા સીનિયર ભાઈ બહેનોએ ખૂબજ ઉલ્લાસભેર ભાગ લીધો હતો.
મંદિરના પૂજારી જોષીશ્રી દ્વારા પ્રર્થનાથી શરૂઆત કરાઈ અને પધારેલ સહુને ચા-નાસ્તો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત અમેરિકન રાષ્ટ્રગીત અને ભારતીય રાષ્ટ્રગીત સાથે થઈ હતી. માસ્તર ઓફ સેરેમની તરીકે શ્રીમતિ વર્ષાબેન નાગરેઆએ સુંદર કામગીરી કરી હતી.
ત્યારબાદ સંસ્થાના પ્રમુખ શ્રી નંકુન્દ્રભાઈ પટેલ દ્વારા સંસ્થાના અહેવાલ અને આગામી પ્રોગ્રામ વિષે માહિતી આપી હતી. હવે પછી પ્રોગ્રામમાં કોલેજ સેશન સેનટ એન્ટોનીયો, અને વરસાના ધામની ટૂટ તા. ૧૭ અને ૧૧ મી સપ્ટેમ્બરે છે. તેના વિષેની સંપૂર્ણ માહિતી સંસ્થાની વેબસાઈટ અથવા કમીટી મેમ્બર પાસેથી મળશે.