Celebrity Chef Floyd Cardoz Dead in America Due To Corona Virus
  • Home
  • Corona live
  • કોરોનાએ લીધો ભારતીય મૂળનાં સેલિબ્રિટી શેફનો ભોગ, મુંબઈમાં 200 લોકોને આપી હતી પાર્ટી

કોરોનાએ લીધો ભારતીય મૂળનાં સેલિબ્રિટી શેફનો ભોગ, મુંબઈમાં 200 લોકોને આપી હતી પાર્ટી

 | 10:23 pm IST

કોરોના વાયરસની ઝપટમાં અનેક જાણીતી હસ્તીઓ આવી ચુકી છે. આ ખતરનાક વાયરસથી ઇન્ફેક્શન થવા પર ભારતીય મૂળનાં સેલિબ્રિટી શેફ ફ્લોએડ કાર્ડોઝનું મોત થયું છે. તેઓ 59 વર્ષનાં હતા. ન્યૂ જર્સીમાં રહેનારા કાર્ડોઝ 19 માર્ચનાં કોરોના વાયરસથી પોઝિટિવ મળી આવ્યા હતા. ચિંતાની વાત એ છે કે ફ્લોએડ આ મહિને મુંબઈમાં આવ્યા હતા અને તેમણે અહીં પાર્ટી પણ આપી હતી. આવામાં પાર્ટીમાં આવેલા લોકોની ચિંતા પણ વધી શકે છે. અમેરિકામાં અત્યાર સુધી કોરોના વાયરસથી 773 લોકોનાં મોત થઈ ગયા છે, જ્યારે ભારતમાં આનાથી 10 લોકોનાં મોત થયા છે.

માર્ચમાં મુંબઈમાં આપી હતી પાર્ટી, 200 લોકો રહ્યા હતા હાજર

ફ્લોએડની ન્યૂયૉર્કમાં શેઝ ફ્લોએડ, બૉમ્બે કેન્ટિન અને ઓ પેડ્રો નામની રેસ્ટોરન્ટ છે. મુંબઈ અને ગોવામાં પણ ફ્લોએડની રેસ્ટોરન્ટ છે. તે આ વર્ષે માર્ચમાં મુંબઈ આવ્યા હતા અને અહીં તેમણે એક પાર્ટી આપી હતી, જેમાં ઓછામાં ઓછા 200 લોકો આવ્યા હતા. પરત ગયા બાદ ફ્લોએડને ન્યૂયૉર્કમાં વાયરલ ફીવરની ફરિયાદ બાદ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. બાદમાં ટેસ્ટિંગ થવા પર તેઓ કોરોનાથી પોઝિટિવ મળી આવ્યા હતા. ત્યારબાદ તેમના સંપર્કમાં આવેલા લોકોની જાણકારી મેળવવામાં આવી.

અમેરિકામાં 54,428 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે

અમેરિકામાં અત્યાર સુધી 54,428 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે અને 773 લોકોનાં જીવ ગયા છે. અહીં સૌથી ખરાબ સ્થિતિ ન્યૂયૉર્કમાં છે જ્યાં 26,430 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે, જ્યારે 271 લોકોનાં મોત થયા છે. અમેરિકામાં મંગળવારનાં 197 લોકોનાં મોત થયા હતા જે અત્યાર સુધી એક દિવસમાં થયેલા મોતોની સૌથી વધારે સંખ્યા છે. વર્લ્ડ સ્વાસ્થ્ય સંગઠનની પ્રવક્તા માર્ગેટ હૈરિસે મગળવારનાં સંકેત આપ્યા હતા કે અમેરિકા બીજું ઇટાલી બની શકે છે.

શું અમેરિકા કોરોના વાપયરસનું આગામી કેન્દ્ર બની શકે છે?

માર્ગેટને પુછવામાં આવ્યું હતુ કે શું અમેરિકા કોરોના વાપયરસનું આગામી કેન્દ્ર બની શકે છે? તેમણે કહ્યું હતુ કે અમેરિકામાં ઝડપથી કેસ વધી રહ્યા છે, આવું થઈ શકે છે. આ પહેલા રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતુ કે સોશિયલ ડિસ્ટન્શિંગની નીતિ પર ફરીથી વિચારીશું અને જલદી અમેરિકાને બિઝનેસ માટે ખોલી દેશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન