Celebrity fitness trainer Kaizzad dies of heart failure
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર કૈજાદનું હાર્ટફેલને કારણે નિધન થયું

સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર કૈજાદનું હાર્ટફેલને કારણે નિધન થયું

 | 7:30 am IST
  • Share

  • ટાઇગર શ્રોફ સહિત બોલિવૂડના ઘણાં સેલિબ્રિટિઝને આપી છે ટ્રેનિંગ
  • બોલિવૂડના ફેમસ અને સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર કૈજાદ કાપડિયાનું હાર્ટફેલ થવાને કારણે નિધન

બોલિવૂડના ફેમસ અને સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર કૈજાદ કાપડિયાનું હાર્ટફેલ થવાને કારણે નિધન થયું છે. કૈજાદના નિધન પર તેની સાથે ફિટનેસ ટ્રેનિંગ લઈ ચૂકેલ ટાઇગર શ્રોફે સોશિયલ મીડિયા પર ખૂબ જ અલગ અંદાજમાં શ્રદ્ધાંજલિ આપીને ટાઇગરે લખ્યું-રેસ્ટ ઇન પાવર કૈજાદ સર..

આપને જણાવી દઈએ કે કૈજાદ 11 એકેડેમી ઓફ ફિટનેસ સાઇયન્સ નામની પોતાની એક ફિટનેસ ટ્રેનિંગ એકેડેમી ચલાવતો હતો. કૈજાદના અંતિમ સંસ્કાર તેના મિત્રો અને પરિવારની હાજરીમાં થયા. એક ઇન્ટરવ્યૂમાં કૈજાદે કહ્યું હતું કે સેલિબ્રિટી ટ્રેનર હોવાને કારણે તેને કેટલાય ચેલેન્જિસનો સામનો કરવો પડી રહ્યો છે.

તેણે કહ્યું હતું કે, હું સૌથી પહેલા તો મારી જાતને સેલિબ્રેટી ટ્રેનર નથી સમજતો. મેં મારી એકેડેમીમાં એક કોટ ક્લાસરૃમમાં લગાવ્યો છે કે સેલિબ્રિટી ટ્રેનર બનવાની ખ્વાહિશ ન રાખો. તેના કરતા એક સારા ટ્રેનર બનવાની ખ્વાહિશ રાખો જે પોતાની જાતે એક સેલિબ્રિટી છે. મારા માટે એ દરેક વ્યક્તિ જે મને ફી ચૂકવે છે તે તમામ સેલિબ્રિટી જ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો