celebs wear in films what happen to the clothes see detials
  • Home
  • Entertainment
  • Bollywood
  • મોટો ખુલાસો: ફિલ્મમાં સ્ટારે પહેરેલા કપડાંનુ શું કરવામાં આવે? જાણીને અક્કલ કામ નહીં કરે!

મોટો ખુલાસો: ફિલ્મમાં સ્ટારે પહેરેલા કપડાંનુ શું કરવામાં આવે? જાણીને અક્કલ કામ નહીં કરે!

 | 12:27 pm IST

આજનો માણસ ફિલ્મો સાથે વધારે જોડાયેલો રહે છે. ફિલ્મ જગતને લઈ લોકોના મનમાં ઘણા સવાલો ઉત્પન્ન થતાં હોય. ફિલ્મો એ સમાજ માટે એક અરીસા સમાન હોય છે. તેમાં એવા એવા કપડાં ઉપયોગ કરવામાં આવે છે કે જેને રિયલ લાઈફમાં પહેરવાનું અમુલ લોકો જ વિચારી શકે. પરંતુ આવા અજીબો-ગરીબ કપડાં બોલિવૂડમાં ક્યાથી આવે છે? કોણ બનાવે છે અને એકવાર ફિલ્મમાં ઉપયોગ કર્યા પછી એનું શું કરવામાં આવે છે એના વિશે હાલમાં જ એક મોટો ખુલાસો થયો છે.

યશરાજ ફિલ્મ્સની સ્ટાઈલિશ આયશા ખન્નાએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે, એમાંથી મોટાભાગના કપડાંને એકવાર વપરાયા બાદ સંભાળી સાચવીને રાખી દેવામાં આવે છે. અને તે જે ફિલ્મમાં ઉપયોગમાં લેવાયા હોય તે ફિલ્મનું તેના પર લેબલ લગાડી દેવામાં આવે છે. ત્યારબાદ આ બધા કપડાંને મિક્સ મેચ કરવામાં આવે છે અને જૂનિયર આર્ટિસ્ટ માટે પણ ઉપયોગમાં લેવાતા હોય છે. ક્યારેક એ જ પ્રોડક્શન હાઉસની બીજી ફિલ્મ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.

જો કે આ સમય દરમિયાન આ કપડાં પર કાળજીપૂર્વક કામ કરવામાં આવે છે કે જેથી પ્રેક્ષકોને એવી લાગણી ન થાય કે આ ડ્રેસ આ પહેલા પણ કોઈ બીજી ફિલ્મમાં પહેર્યો છે. જો કે બધા કપડાં સાથે એવું કરવામાં નથી આવતું. અમુક ખાસ કોસ્ચ્યુમ સ્ટાર લોકો ફિલ્મ સાથે જોડાયેલ યાદગાર મેમરી તરીકે પોતાની પાસે જ રાખી લેતા હોય છે.

ઘણા બોલિવૂડ સ્ટાર્સ એવા છે કે જે ફિલ્મમાં વપરાયેલા કપડાં પોતાની પાસે જ રાખી લે છે. એવું પણ જોવામાં આવ્યું છે કે, કોઈ સ્ટાર જો પોતાનો સ્પેશિયસ ડ્રેસ બનાવડાવે તો ફિલ્મ પુરી થયા બાદ પોતાની સાથે લઈ જાય છે. આ સિવાય કેટલાક કપડાં સાથે ઓક્શન પણ કરવામાં આવે છે કે જેથી કરીને ચેરિટી ભેગી કરી શકાય. જેમ કે રોબોટ ફિલ્મનાં કપડાં.

આ વીડિયો પણ જુઓ: દિપડાથી બચવા ખેડૂતો પાંજરે પુરાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન