કટોકટીની સ્થિતી દર્શાવતી ફિલ્મને સર્ટિફિકેટ આપવાનો સેન્સર બોર્ડનો ઈન્કાર – Sandesh
NIFTY 10,390.70 +12.30  |  SENSEX 33,841.21 +66.55  |  USD 64.5300 +0.32
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • કટોકટીની સ્થિતી દર્શાવતી ફિલ્મને સર્ટિફિકેટ આપવાનો સેન્સર બોર્ડનો ઈન્કાર

કટોકટીની સ્થિતી દર્શાવતી ફિલ્મને સર્ટિફિકેટ આપવાનો સેન્સર બોર્ડનો ઈન્કાર

 | 1:03 pm IST

ફિલ્મ પદ્માવતી બાદ સેન્સર બોર્ડે એક ડૉક્યુમેન્ટરી ફિલ્મ સામે લાલ આંખ કરી છે. મલયાલી ભાષાની આ ડૉક્યુમેન્ટરી ફિલ્મને સર્ટિફિકેટ માટે બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. પરંતુ બોર્ડ તરફથી ફિલ્મને કોઈપણ સર્ટિફિકેટ આપવાની મનાઈ કરી દીધી છે.

’21 મન્થ્સ ઓફ હેલ’ નામની આ ડૉક્યુમેન્ટરી ફિલ્મ કટોકટીના સમયને દર્શાવે છે. ફિલ્મમાં હિંસાના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે જેના કારણે બોર્ડે તેને સર્ટિફિકેટ આપવાનો ઇન્કાર કરી દીધો છે. આ ફિલ્મના ડિરેક્ટર યદૂ વિજયકૃષ્ણન છે. તેમણે 78 મિનિટની આ ડૉક્યુમેન્ટરી ફિલ્મમાં જેલમાં કેદ લોકો પર થયેલા અત્યાચારને દર્શાવવામાં આવ્યો છે. આ દ્રશ્યો હિંસક હોવાથી સેન્સર બોર્ડે તેને સર્ટિફિકેટ આપવાનો ઈન્કાર કર્યો છે.