તાજમહેલ જોવા જવાનો વિચાર હોય તો આ જરૂર વાંચી લેજો - Sandesh
  • Home
  • India
  • તાજમહેલ જોવા જવાનો વિચાર હોય તો આ જરૂર વાંચી લેજો

તાજમહેલ જોવા જવાનો વિચાર હોય તો આ જરૂર વાંચી લેજો

 | 4:40 pm IST

નરેન્દ્ર મોદીની સરકાર દુનિયાભરના મુસાફરોની વચ્ચે લોકપ્રિય તાજમહેલને લઈને મહ્ત્તવનો નિર્ણય લેવા જઈ રહી છે. વિકેન્ડ અને રજાઓની દિવસે મુસાફરોની મોટી સંખ્યામાં આવતી ભીડને દૂર કરવા અંગે નવી યોજના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત તાજમહેલને જોવા માટેનો સમય ત્રણ કલાક સીમિત કરવા ઉપરાતં પર્યટકોની સંખ્યા પર નક્કી કરી દેવામાં આવશે. આ અમલ થશે, તો એક દિવસમાં 40,000 મુસાફરોને જ ઐતિહાસિક ઈમારતના દીદાર કરવાનો મોકો મળશે. ભારતીય પુરાતત્ત્વ વિભાગની સલાહ પર કેન્દ્ર સરકાર જલ્દી જ આ નિર્ણય લઈ શકે છે. ટુરિઝમ તથા સાસંસ્કૃતિ મંત્રાલય અને એએસઆઈના અધિકારીઓની વચ્ચે થયેલી બેઠકમાં આ વિશે વિચારવિમર્શ કરવામાં આવ્યું હતુ.

કેન્દ્રીય પર્યટન તથા સાંસ્કૃતિક મંત્રી ડો.મહેશ શર્માએ આ બાબતની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, બેઠકમાં એએસઆઈએ મુસાફરોની સંખ્યા અને સમય નક્કી કરવા ઉપરાંત અનેક બાબતોનું સૂચન આપ્યું છે. જેથી મુસાફરોને તાજને નિહાળવામાં તકલીફોનો સામનો ન કરવો પડે. સાથે જ કોઈ પણ પ્રકારની ઘટનાને રોકી શકાય. કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ કર્યું કે, આ સૂચનોને માનવા ઉપરાંત સરકારની પાસે અન્ય કોઈ વિકલ્પ નથી.

હકીકતમાં, ગુરુવારે 28 ડિસેમ્બરના રોજ તાજમહેલમાં પ્રેવશદ્વાર પર સમય સમાપ્ત થવાના થોડા સમય પહેલા ભાગડોદ મચી હતી. આ ઘટનામાં કુલ 5 લોકો ઘાયલ થયા હતા. જેના બાદ એએસઆઈની એક ટીમે સોમવારે તાજમહેલની મુલાકાત કરી હતી. ટીમે તપાસ કર્યા બાદ સાંસ્કૃતિક મંત્રાલયને એક રિપોર્ટ સોંપી હતી. પુરાત્તત્વ વિભાગના જણાવ્યા અનુસાર, તાજમહેલને નિહાળવા માટે રોજ 35,000થી 40,000 મુસાફરો આવે છે. પરંતુ રજા અને સપ્તાહના અંતમાં આ સંખ્યા 60,000થી 70,000 જેટલા લોકો આવે છે. આવામાં ભીડને
નિયંત્રમાં કરવું મુશ્કેલ થઈ જાય છે.

હાલના નિયમો અંતર્ગત તાજમહેલ જોવા આવનારા મુસાફરોની સંખ્યા નક્કી નથી કરાઈ. સાથે જ અંદર ઘૂસ્યા બાદ લોકો જેટલું ઈચ્છે તેટલા સમય વિતાવી શકે છે. એએસઆઈના એક અધિકારીએ જણાવ્યું કે, પર્યટકોની સંખ્યા સીમિત કરવા પર 40,000 ટિકીટ બાદ વેચાણ ઓનલાઈન અને ઓફલાઈન કાઉન્ટર બંધ કરી દેવામાં આવશે. આ ઉપરાંત તાજમહેલનું ભોંયરું જોવા માટે એક અલગ ટિકીટ વેચવાનો પ્રસ્તાવ પણ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, બે મહિના પહેલા સીઆઈએસએફએ એએસઆઈના મુસાફરોની સંખ્યાને નિયંત્રિત કરવાનો અનુરોધ કર્યો હતો. અર્ધસૈનિક દળના જવાન તાજમહલની સુરક્ષા ઉપરાંત મુસાફરોના પ્રવેશનું મેનેજમેન્ટ પણ કરે છે.