કેન્દ્રે કેજરીવાલ સરકારને આપ્યો ઝટકો

540
Kejrival

કેજરીવાલ સરકારને આજે કેન્દ્ર સરકારથી એક મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં કેજરીવાલ સરકારે ધારાસભ્યોના પગારમાં 400 ટકાના વધારાની માંગણી કરી હતી, પણ કેન્દ્ર સરકારે તેમના સપના પર પાણી ફેરવી દીધું. ગૃહમંત્રાલયે આ બિલ દિલ્હી સરકારને પાછું મોકલતા આ મુદ્દે જાણકારી માંગી છે.

કેજરીવાલ સરકાર લગાવતી રહી છે કેન્દ્ર સરકાર પર આરોપ
કેજરીવાલ સરકાર શરૂથી કેન્દ્ર સરકાર પર જાણીબૂઝીને આ બિલને લટકાવવાનો આરોપ લગાવતી રહી છે. કેજરીવાલ સરકારના પ્રસ્તાવિક બિલમાં ધારાસભ્યોની બેઝિક સેલેરીને 12 હજારથી વધારીને 50હજાર કરવાનો તથા તેમના કુલ માસિક પેકેજ 80 હજારથી વધારીને 2.1 લાખ કરવાની જોગવાઈ હતી. હવે ગૃહમંત્રાલયે ફરીથી એક વાર તેને પાછી દિલ્હી સરકારને મોકલી દીધી છે.

ભ્રષ્ટાચાર પર લગામને આપ્યો હતો વિચાર
કેજરીવાલ સરકારે પગારમાં આ જાતની વૃદ્ધિની પાછળ તર્ક આપ્યો હતો કે એને લીધે ભ્રષ્ટાચાર પર લગામ લગાવવામાં આવી સકશે. જ્યારે ધારાસભ્યોને પ્રયાપ્ત માત્રામાં પોતાની પગાર મળશે તો તે કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચારથી દૂર રહેશે. હાલતુરત કેન્દ્રે આ બિલ દિલ્હી સરકારને પાછું મોકલવા સાથે એક નવા વિવાદને જન્મ આપ્યો છે. તે પહેલા પણ કેજરીવાલ સરકાર કેન્દ્રની મોદી સરકાર પર આ બિલને જાણીબૂઝીને લટકાવવાનો આરોપ લગાવતી રહી છે.