Center's injustice to Gujarat out of 200 mobile ventilators sent by America
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • કોરોનાએ કાળો કેર વર્તાવતાં અમેરિકાએ મોકલેલા 200 મોબાઈલ વેન્ટિલેટરમાંથી ગુજરાતને કેન્દ્રએ ઠેંગો પકડાયો

કોરોનાએ કાળો કેર વર્તાવતાં અમેરિકાએ મોકલેલા 200 મોબાઈલ વેન્ટિલેટરમાંથી ગુજરાતને કેન્દ્રએ ઠેંગો પકડાયો

 | 7:12 am IST

કોરોનાએ કાળો કેર વર્તાવતાં અમેરિકાએ ભારતને ૨૦૦ મોબાઈલ વેન્ટિલેટર (ટ્રાન્સપોર્ટ વેન્ટિલેટર) મોકલાવ્યા હતા. કોરોના સામેના જંગમાં લડવા માટે કેન્દ્ર સરકારે દેશના ૧૯ રાજ્યોમાં આ ૨૦૦ મોબાઈલ વેન્ટિલેટર ફાળવી દીધા છે, જોકે કમનસીબે કેન્દ્રની ભાજપ સરકારે ગુજરાતને એક પણ મોબાઈલ વેન્ટિલેટર આપ્યું નથી. આમ કેન્દ્ર સરકારની ગુજરાતને થપ્પડ યથાવત્ છે.

બીજી બાજુ ગુજરાતના ભાજપના નેતાએ કેન્દ્રમાં મા પીરસનારી હોવાના ગાણાં ગાય છે. અલબત્ત, મોસાળમાં મા પીરસનારી પણ છોકરું જ ભૂખથી વલખાં મારે  જેવી સ્થિતિ છે. ચોંકાવનારી વાત એ છે કે, ગુજરાત કરતાં કોરોનાના કેસો ઓછા હોય તેવા રાજ્યો જેમ કે કેરાલામાં ૧૦ મોબાઈલ વેન્ટિલેટર ફાળવ્યા છે, કેરાલામાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૧.૧૩ લાખ આસપાસ છે.

ઉત્તરાખંડમાં ૧૦ વેન્ટિલેટર મોકલ્યા છે, ત્યાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૩૪ હજાર આસપાસ છે, જ્યારે ગુજરાતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા અત્યારે ૧.૧૭ લાખને પાર થઈ ચૂકી છે. અમેરિકાએ મોકલાવેયા વેન્ટિલેટરની ફાળવણીના આંકડા ખુદ કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે હમણાં જ બહાર પાડયા છે.

જે તે વખતે રાજકોટ એઈમ્સ માટે એડવાન્સમાં જ ચાર જેટલા વેન્ટિલેટર કેન્દ્રે મોકલાવ્યા હતા, એ પછી અમેરિકાએ મોકલાવેલા વેન્ટિલેટર ગુજરાતને આપ્યા નથી.

મહારાષ્ટ્રમાં વધુ કેસો છે ત્યાં કેન્દ્રે ૨૫ મોબાઈલ વેન્ટિલેટર મોકલી આપ્યા છે, તો ગુજરાત કરતાં ઓછા કોરોનાના કેસો પાડોશી રાજ્યો મધ્યપ્રદેશમાં ૯૩ હજાર કેસ છે, ત્યાં ૧૨ વેન્ટિલેટર મોકલાવ્યા છે, રાજસ્થાનમાં ૧.૦૫ લાખ કેસ છે, ત્યાં ૧૦ મોબાઈલ વેન્ટિલેટર ફાળવાયા છે. આ ઉપરાંત બિહારમાં ૩૦, છત્તીસગઢમાં ૧૧, ઉત્તર પ્રદેશમાં ૨૦, દિલ્હીમાં ૧૦ વેન્ટિલેટર આપ્યા છે. મોટા ભાગની એઈમ્સ તેમ જ હોસ્પિટલોને ફાળવણી કરાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન