મધ્ય અમેરિકા ભારે હિમવર્ષાની ઝપેટમાં આવતા જનજીવન ઠપ થયું, જુઓ વીડિયો - Sandesh
  • Home
  • Videos
  • મધ્ય અમેરિકા ભારે હિમવર્ષાની ઝપેટમાં આવતા જનજીવન ઠપ થયું, જુઓ વીડિયો

મધ્ય અમેરિકા ભારે હિમવર્ષાની ઝપેટમાં આવતા જનજીવન ઠપ થયું, જુઓ વીડિયો

 | 5:03 pm IST

મધ્ય અમેરિકા ફરી એકવાર ભારે હિમવર્ષાની ઝપેટમાં આવ્યું તેવા અહેવાલ સામે આવ્યાં. જેના કારણે અહીં બરફની જાડી ચાદર પથરાઈ ગઈ છે, તો સાથે જ જાનહાનિ પણ સર્જાય છે.

અમેરિકાના મધ્ય ભાગમાં ભારે હિમવર્ષા પડી હતીં. અમેરિકા અને મિડવેસ્ટની તરફ આગળ વધી રહેલું બરફનું તોફાન મધ્ય અમેરિકા પર ત્રાટક્યું હતું. પ્રિન્સ ટ્રોન તરીકે ઓળખાતા તોફાનને કારણે ચારે તરફ બરફથી ચાદર જોવા મળી. રોડ સંપૂર્ણપણે બરફની ચાદરમાં ખોવાઇ ગયા. ત્યારે વિકટ પરિસ્થિતિના કારણે લોકો પણ મુશ્કેલીમાં મુકાય રહ્યાં છે. ચારે તરફ બરફ પડવાના કારણે લોકોનો સમય રસ્તા પરનો બરફ દૂર કરવામાં પસાર થયો. હિમવર્ષાના પગલે જનજીવન સંપૂર્ણપણે ઠપ થયું હતું.

હિમવર્ષા,વાવાઝોડું તેમજ વરસાદના કારણે 4 લોકોના મોત નીપજ્યાં છે. ત્યારે 106 જેટલી ઇમારતોને ભારે નુકસાન પહોચ્યું છે. વાવાઝોડાની કારણે ઓઇલ-ગેલની પાઇફલાઇન અનિશ્વિત સમય સુધઈ બંધ કરવામાં આવી હતી.

મિનેપોલીસમાં બે ફૂટ જેટલો બરફ પડતા અહીના સેન્ટ પોલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 230 ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી હતી. શનિવારે શરૂ થયેલ વાવાઝોડુંના કારણે અત્યાર સુધી 470 ફ્લાઇટ્સ રદ્દ થઇ છે.