Central Cabinet Decides Providing 10 Percent Reservation For Upper Cast
  • Home
  • Election 2019
  • લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારની મોટી જાહેરાત, સવર્ણોને 10% અનામત

લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારની મોટી જાહેરાત, સવર્ણોને 10% અનામત

 | 2:34 pm IST

2019ની લોકસભાની ચૂંટણી પહેલાં જ કેન્દ્રની મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલાં મોટો દાવ રમી ગરીબ સવર્ણો માટે નોકરી અને શિક્ષણમાં 10 ટકા અનામત આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સોમવારના રોજ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને પાસ કરાયો.

અનામત પર કેન્દ્ર સરકાર મોટો દાવ રમી છે. કેબિનેટ મીટિંગમાં આર્થિક રીતે પછાત લોકો માટે 10 ટકા અનામત પર મ્હોર મારૂ દીધી છે. એવામાં અનામતનો ક્વોટા 49 ટકાથી 59 ટકા થઇ જશે.

કેન્દ્ર સરકાર અનામતની આ નવી ફોર્મ્યુલાને લાગૂ કરવા માટે અનામતનો ક્વોટા વધારશે. સરકાર સંવિધાન સંશોધન માટે પોતાના આ ગેમચેન્જર મનાઇ રહેલા મુવને અમલમાં મૂકવાની કોશિષ કરશે.

સૂત્રોના મતે અનામતનો હાલનો ક્વોટા 49.5 ટકાથી વધીને 59.5 ટકા કરાશે. તેમાંથી 10 ટકા ક્વોટા આર્થિક રીતે પછાત લોકો માટે હશે. આપને જણાવી દઇએ કે લાંબા સમયથી આર્થિક રીતે પછાત સવર્ણો માટે અનામતની માંગણી કરાઇ રહી હતી. 

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો જે લોકોના કુંટુંબની આવક વાર્ષિક 8 લાખ રૂપિયાથી ઓછી છે તેમને જ આ ફાયદો મળશે. જો કે હજુ સુધી તેની સત્તાવાર કોઇ પુષ્ટિ કરાઇ નથી.

ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક સમયથી SC/ST એકટ પર મોદી સરકારના નિર્ણયથી સવર્ણ જાતિના લોકોની નારાજગી હતી. તેમજ તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં ત્રણ રાજ્યોમાં મળેલી હારને ધ્યાનમાં રાખતા સવર્ણોને પોતાના ‘પલ્લું’માં લેવાની કોશિષ તરીકે જોઇ શકાય છે.

સૌથી મોટો પડકાર
કેન્દ્ર સરકારે આર્થિક રીતે પછાત સવર્ણો માટે 10 ટકા ક્વોટાના પ્રસ્તાવને પાસ કરી દીધો છે, પરંતુ તેને લાગૂ કરવો હજુ ખૂબ મુશ્કેલ છે. સરકારને તેના માટે સંવિધાનમાં સંશોધન કરવું પડશે. તેના માટે તેને સંસદમાં અન્ય દળોનું સમર્થન પણ મેળવવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન