કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નવા ટ્રિપલ તલાક બિલને લીલી ઝંડી આપવામાં આવી - Sandesh
  • Home
  • India
  • કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નવા ટ્રિપલ તલાક બિલને લીલી ઝંડી આપવામાં આવી

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નવા ટ્રિપલ તલાક બિલને લીલી ઝંડી આપવામાં આવી

 | 2:39 am IST

। નવી દિલ્હી ।

મુસ્લિમ મહિલાઓના હિતોને ધ્યાનમાં રાખીને મોદી સરકાર સંસદના આગામી સત્રમાં ટ્રીપલ તલાક બીલ રજૂ કરવા જઈ રહી છે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં કેબિનેટની પહેલી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે. કેબિનેટની બેઠક બાદ માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડકેરે કેબિનેટની બેઠકના મહત્વના નિર્ણયો અંગેની માહિતી આપી હતી. જાવડ.કરે કહ્યું કે ટ્રીપલ તલાકના જુના વટહુકમને જ બીલમાં રૂપાંતરિત કરી દેવામાં આવશે.   નવું ટ્રીપલ તલાક બીલ સંસદના બજેટ સત્રમાં રજુ  કરવામાં આવશે. સરકાર મુસ્લિમ મહિલાનો અધિકારોની સુરક્ષા કરવા કટીબદ્ધ છે.

ટ્રિપલ તલાક પર ચોથી વાર વટહુકમ

કેન્દ્રિય મંત્રીએ કહ્યું કે કેબિનેટની બેઠકમાં ટ્રીપલ તલાક પરના ચોથી વાર વટહુકમને મંજૂરી આપી દેવામાં આવી છે. તેમાં વિપક્ષની કેટલીક માગોને પણ સામેલ કરવામાં આવી છે. ટ્રીપલ તલાક પરના ચોથા વટહુકમને સંસદના બજેટ સત્રમાં રજૂ કરવામાં આવશે.

જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન છ મહિના લંબાવાયું

જાવડેકરે કહ્યું કે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન છ મહિના લંબાવવાનો નિર્ણય કર્યો છે. જમ્મુમાં ૩ જુલાઈ ૨૦૧૯ થી આગામી છ મહિના સુધી રાષ્ટ્રપતિ શાસન લંબાવી દેવામાં આવ્યું છે.

અન્ય કેટલાક મહત્ત્વના નિર્ણય

  • કેબિનેટની બેઠકમાં જમ્મુ કાશ્મીર અનામત બીલને લીલીઝંડી અપાઈ.
  • કેન્દ્ર સરકારે સેન્ટ્રલ એજ્યુકેશન બીલને પણ મંજૂરી આપી દીધી છે.
  • યુનિવર્સિટીઓમાં જુની રોસ્ટર સિસ્ટમ ફરી લાગુ થતાં વિદ્યાર્થીઓને રાહત.
  • ડેન્ટિલ ક્લિનીકોને અસરકારક બનાવવા ડેન્ટિસ્ટસ બીલ પણ મંજૂર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન