Central Government approves productivity linked bonus in Cabinet Meeting
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • મોદી સરકારે 30 લાખ કર્મચારીઓની દિવાળી સુધારી, કરી મસમોટા બોનસની જાહેરાત

મોદી સરકારે 30 લાખ કર્મચારીઓની દિવાળી સુધારી, કરી મસમોટા બોનસની જાહેરાત

 | 4:23 pm IST
  • Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)ની અધ્યક્ષતામાં થયેલ કેબિનેટની બેઠકમાં(Cabinet Meeting Decision) એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટે 30 લાખ સરકારી કર્મચારીઓને દિવાળી બોનસ(Government Employee Bonus) આપવાની જાહેરાત કરી છે.

મળતી માહિતી મુજબ કેબિનેટ બેઠકમાં થયેલ નિર્ણયોની માહિતી આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે(Union Minister Prakash Javadekar) જણાવ્યું કે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના(Direct Benefit Transfer) માધ્યમથી સરકારી કર્મચારીઓના ખાતામાં પૈસા સીધા ટ્રાન્સફર કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે તરત જ પૈસા ટ્રાન્સફર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે આ પહેલા નાણાપ્રધાન નિર્મલા સીતારમણે(Finance Minister Nirmala Sitharamane) સરકારી કર્મચારીઓ માટે સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાંસ સ્કીમ(Special Festival Advance Scheme) શરૂ કરવાની જાહેરાત કરી હતી.

અર્થતંત્રને ફરી વેગવાન કરવા સરકારના પ્રયાસ:

કોવિડ 19(Covid-19)ના કારણે ભાંગી પડેલ અર્થતંત્રને ફરી વેગવાન કરવા સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. જે હેઠળ આજે કેબિનેટની બેઠકમાં નાણાકીય વર્ષ 2019-20 માટે પ્રોડક્ટિવિટી અને નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ(Bonus)ની જાહેરાત કરવામાં આવી છે. સરકારની આ જાહેરાતથી 30 લાખ 67 હજાર નોન-ગજેટેડ(Non-Gazetted) સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને લાભ મળશે. જોકે, આ જાહેરાત બાદ સરકારી ખજાના પર  3,737 કરોડ રૂપિયાનો બોજો વધશે.

પ્રકાશ જાવડેકરે કહ્યું કે બોનસને સિંગલ ઇન્સ્ટોલમેન્ટ(Single installment)માં જાહેર કરવામાં આવશે. આ મૂડી DBTના માધ્યમથી વિજયાદશમી પહેલા જારી કરવામાં આવશે. આ પહેલા સરકારે LTC કેશ વાઉચર સ્કીમની જાહેરાત પણ કરી હતી. જે હેઠળ લીવ ટ્રાવેલ્સ કંપેનસેશન(Leave Travel Compensation)નો ત્રણ ગણો ખર્ચ કરી આનો લાભ લઈ શકાશે.

આ વીડિયો પણ જુઓ: નીતિન પટેલનો કોંગ્રેસ પર મોટો આરોપ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન