government asked to remove tiktok app from google and apple stores
  • Home
  • Featured
  • TikTok પર સરકારે લીધો મોટો નિર્ણય, કારણ જાણી રહેશો દંગ

TikTok પર સરકારે લીધો મોટો નિર્ણય, કારણ જાણી રહેશો દંગ

 | 4:43 pm IST

ભારતના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયએ Google અને એપલને પોતાના એપ્લિકેશન સ્ટોર્સથી ચીનની વીડિયો શેરિંગ એપ્લિકેશન ટિક ટોકને દૂર કરવા કહેવામાં કહેવામાં આવ્યું છે. મદ્રાસ હાઈકોર્ટના મદુરાઇ પીઠે 3 એપ્રિલે કેન્દ્રને મોબાઇલ એપ્લિકેશન ‘ટિક ટોક’ પર પ્રતિબંધ મૂકવાની સૂચના આપી હતી.

મદ્રાસ હાઈકોર્ટે આવી એપ્સ દ્વારા ‘અશ્લીલ અને અયોગ્ય સામગ્રી’ પૂરી પાડવાની ચિંતા વ્યક્ત કરી હતી. ટિક ટોકએ આ આદેશને ભેદભાવપૂર્ણ અને મનસ્વી ગણાવ્યો છે. પોતાના બચાવમાં ટિક ટોકનું કહેવું છે કે તેને “અશ્લીલ અને અયોગ્ય સામગ્રી” માટે જવાબદાર ગણાવી શકાય નહી.

ચીનની વીડિયો એપ્લિકેશન ટિક ટોક પર પ્રતિબંધ મૂકવા મદ્રાસ હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રિમ કોર્ટે સોમવારે પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળની બેન્ચ 22 એપ્રિલે કેસ સુનાવણી કરશે. ઉલ્લેખનિય છે કે ભારતના ઇલેક્ટોનિક્સ એન્ડ ઇર્ન્ફોમેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા Google અને Appleને પોતાના એપ સ્ટોરથી ચીનની વીડિયો એપ્લિકેશન TikTokને હટાવવા માટે કહ્યું છે.

સુપ્રીમ કોર્ટે સોમવારે આ સંબંધમાં 3 એપ્રિલે આપેલા મદ્રાસ હાઈકોર્ટના આદેશ પર TikTokની પિટિશનને ફગાવી દીધી હતી, જેથી એપના ડાઉનલોડ કરવા પર પ્રતિબંધ લગાવી શકાય. TikTok એપ છેલ્લા એક વર્ષમાં ખાસી એવી લોકપ્રિય થઈ છે. ઉલ્લેખનીય છે કે, કંપનીએ પહેલા તેને મ્યૂઝિકલી (musically)ના નામથી લોન્ચ કરી હતી, પરંતુ બાદમાં તેનું નામ બદલીને ટિક ટોક (TikTok) કરી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન