Central government cancels 3 crore ration cards, find out why they were canceled?
  • Home
  • Business
  • કેન્દ્ર સરકારે આ કારણે 3 કરોડ રેશન કાર્ડ રદ્દ કરી નાંખ્યા, જાણો શામાટે રદ્દ થયા?

કેન્દ્ર સરકારે આ કારણે 3 કરોડ રેશન કાર્ડ રદ્દ કરી નાંખ્યા, જાણો શામાટે રદ્દ થયા?

 | 5:16 pm IST
  • Share

કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાને જણાવ્યું કે, રેશનકાર્ડ અને આધાર સીડિંગના ડિજિટલાઇઝેશન દરમિયાન 3 કરોડ રેશનકાર્ડ બનાવટી મળી આવ્યા હતા, જે રદ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે સરકારે લોકડાઉન અવધિ દરમિયાન ગરીબો માટે પ્રધાનમંત્રી ગરીબ યોજના (PMGAY) હેઠળ જૂન સુધી દરેક રેશનકાર્ડ ધારકોને એક કિલો દાળ મફતમાં ત્રણ મહિના સુધી વહેંચવાનો નિર્ણય કર્યો છે.

શામાટે રેશનકાર્ડ રદ્દ થયા

સરકાર તરફથી જાહેર કરાયેલામાં નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આધાર કાર્ડ અને રેશન કાર્ડનું લિંકિંગ જરૂરી છે. માટે રેશન કાર્ડ રદ્દ થયા છે. આ સિવાય નકલી રેશનકાર્ડ ફણ બનાવી સરકારની યોજનાથી મફતમાં અનાજ અને અન્ય સામાન લેવામાં આવે છે. આવા રેશન કાર્ડ પણ રદ્દ કરવામાં આવ્યા છે.

દેશમાં કુલ 80 કરોડ લોકો પાસે રેશન કાર્ડ છે. આ પહેલ મોટાભાગે સ્થળાંતર કરનારા ઘણા લાભાર્થીઓ જેવા કે મજૂરો, રોજિંદા મજૂરો, બ્લુ-કોલર કામદારો વગેરેના કલ્યાણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જેઓ દેશભરમાં રોજગારની શોધમાં તેમના નિવાસ સ્થાનને વારંવાર બદલી રહ્યા છે.

હવે શું કરવાનું

રેશન કાર્ડ કેન્સલ થવા પર તમારે ફૂડ સપ્લાય વિભાગમાં જવું પડશે અને આ માહિતી મેળવવી પડશે. ત્યાં તમારૂ રેશન કાર્ડ અને આધાર કાર્ડ દેખાડવું પડશે. આધાર નંબરને રેશન કાર્ડ સાથે લિંક કરવાનું રહેશે. આ પછી તમારૂ નવું રેશન કાર્ડ બનશે.

1 જૂનથી શરૂ થઇ રહી છે નવી સ્કિમ

તમને જણાવી દઇએ કે, 1 જૂન 2020થી ‘એક રાષ્ટ્ર, એક રેશન કાર્ડ’ યોજનાને લાગૂ કરવામાં આવશે. આ દ્વારા જૂના અને નવા રેશન કાર્ડ ધારક દેશમાં કોઇ પણ રેશનિંગની દુકાનથી રાશન ખરીદી શક્શે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ પ્રધાન રામ વિલાસ પાસવાને તાજેતરમાં જ આ અંગેની જાહેરાત કરી છે. જેને રેશનકાર્ડ પોર્ટેબીલીટી કહેવામાં આવી રહી છે.

આ વીડિયો પણ જુઓ: ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર સીલ છતાં ઘુસણખોરી

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો