Central Government Declares New Corona Guidelines Theatre
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કેન્દ્રએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી જાહેર કરી નવી ગાઈડલાઈન, આપી આ તમામ છુટછાટ

કેન્દ્રએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી જાહેર કરી નવી ગાઈડલાઈન, આપી આ તમામ છુટછાટ

 | 7:11 pm IST
  • Share

કોરોના વાયરસ (Corona Virus)ની મહામારીના કારણે અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા હતાં. પરંતુ હવે સ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે. કોરોના વેક્સીન (Corona Vaccine) પણ ભારતમાં આવી ગઈ હોવાથી સરકારે પણ રાહતનો શ્વાસ લીધો છે. ધીમે ધીમે થાળે પડી રહેલા જનજીવનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આજે નવી ગાઈડલાઈન (Gaudiness) જાહેર કરી દીધી છે. આ ગાઈડલાઈનનું પાલન 1લી ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી કરવાનું રહેશે. 

નવી ગાઈડલાઈન (Gaudiness) માં દેશના તમામ સ્વીમિંગપુલ (Swimming Pool) ને લોકો માટે ખોલી દેવામાં આવ્યા છે. સાથે જ કેન્ટોનમેન્ટ ઝોન (Containment Zone) માંથી બહાર જવાની પણ છુટછાટ આપી દેવાઈ છે. સિમેનાઘરોને (Theatre) લઈને અલગથી SOP બહાર પડાશે.

લગભગ એક વર્ષ પહેલા શરૂ થયેલી કોરોના મહામારીએ મહિનાઓ સુધી દેશવાસીઓને ઘરમાં જ ગોંધી રહેવા મજબુર બનાવી દીધા હતાં. અનેક મહિનાઓ સુધી અનેક તબક્કાના લોકડાઉન અને ત્યાર બાદ અનલોકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. અનલોકની પ્રક્રિયામાં સ્થિતિ પ્રમાણે નિયંત્રણો ઢીલા કરવામાં આવ્યા હતાં. પરંતુ હવે ભારત બાયોટેક અને સિરમ ઈન્સ્ટિટ્યૂટ્સની એક નહીં બબ્બે કોરોના વેક્સીન માર્કેટમાં આવી ગઈ છે. અત્યાર સુધીમાં આ વેક્સીન 20 લાખ દેશવાસીઓને લગાવી પણ દેવામાં આવી છે. બીજી બાજુ લોકોએ દાખવેલી સાવચેતીએ પણ કોરોનાનો ફેલાવો ઘણે ખરે અંશે ઓછો કરી નાખ્યો છે.

થાળે પડી રહેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આજે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈન પ્રમાણે તમામ લોકો માટે સ્વીમિંગપુલ ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જ્યારે કન્ટેન્મેન્ટ બહાર પણ હરવા ફરવાથી લઈને તમામ છૂટછાટ આપી દેવાઈ છે.

દેશના તમામ રાજ્યોના સિનેમા હોલમાં 50%થી વધુની દર્શકોને બેસવાની મંજૂરી આપી દેવામાં આવી છે.  જોકે આગામી સમયમાં સિનેમા હોલ માટે વધુ SOP ( સ્ટાંડર્ડ ઓફ પ્રોસેસ) બહાર પાડવામાં આવશે. આ ગાઈડલાઈન પર નજર કરવામાં આવે તો કહી શકાય કે કેન્દ્ર સરકારે હવે માત્ર ગણ્યા ગાંઠ્યા જ નિયંત્રણો રાખ્યા છે. મોટા ભાગની છુટછાટ આપી દેવામાં આવી છે. આ ગાઈડલાઈન તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે અમલી રહેશે. 

જોકે માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહિતની બાબતો યથાવત જ રાખવામાં આવી છે. તેવી જ રીતે શાળા-કોલેજોને લઈને કોઈ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસે દેશ-દુનિયામાં હાહાકાર મચાવ્યો હતો. ભારતમાં જ કોરોનાના 1 કરૉડથી વધારે કેસો નોંધાયા હતાં જ્યારે લાખો લોકો મોતને ભેટ્યા હતા.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન