Central government does not allow Mamata Banerjee to travel to Rome
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કેન્દ્ર સરકારે મમતા બેનર્જીને રોમ પ્રવાસે જવાની ન આપી મંજૂરી

કેન્દ્ર સરકારે મમતા બેનર્જીને રોમ પ્રવાસે જવાની ન આપી મંજૂરી

 | 7:42 pm IST
  • Share

  • મમતા બેનર્જીને રોમ જવાની મંજૂરી ન મળતા TMCના આકરા પ્રહાર
  • પીસ કૉન્ફરન્સમાં ભાગ લેવા જવાના હતા મમતા બેનર્જી

ઈટાલી(રોમ)માં આયોજિત થનાર વર્લ્ડ પીસ કૉન્ફરન્સમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ભાગ નહીં લઈ શકે, ભારત સરકારે તેમને રોમ જવા માટે પરવાનગી આપી નથી. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, રાજનીતિક દ્રષ્ટીકોણથી મંજૂરી અસ્વિકાર કરવામાં આવી છે. સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ મુખ્યમંત્રીની ભાગીદારી સ્થિતિને અનુરૂપ નથી. આ પહેલા મમતા બેનર્જીની ચીન યાત્રા કેન્સલ થઈ હતી.

તો બીજી તરફ મમતા બેનર્જીને રોમ પ્રવાસની મંજૂરી ન મળતા ટીએમસીએ પ્રતિક્રિયા આપી છે. પાર્ટીના યુવા નેતા દેવાંગ્શું ભટ્ટાચાર્ય દેવે ટ્વીટ કર્યું છે કે, કેન્દ્ર સરકારે દીદીને રોમ યાત્રા પર જવાની મંજૂરી આપી નથી. આ પહેલા ચીનની યાત્રા પર પણ મંજૂરી આપી ન હતી. અમે આંતરરાષ્ટ્રીય સંબંધો અને ભારતના હિતોને ધ્યાનમાં રાખીને તે નિર્ણયનો સ્વિકાર કર્યો. હવે ઈટલીમાં જતા કેમ રોકવામાં આવી રહ્યા છે?

આ કાર્યક્રમ 6 અને 7 ઓક્ટોબરે રોમમાં યોજાશે

તમને જણાવી દઈએ કે, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ હવે તે આ કાર્યક્રમનો ભાગ નહીં બની શકે. આ કાર્યક્રમ 6 અને 7 ઓક્ટોબરે રોમમાં યોજાશે. આ કાર્યક્રમના આયોજકોમાં જર્મન ચાંસલર એંજેલા મર્કલ, પોપ અને ઈટાલીના ટોચના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ સાથે બંગાળના મુખ્યમંત્રીને પણ આમંત્રણ મળ્યું હતું.

મમતા બેનર્જીને 2016માં રોમ ગયા હતા

નોંધનિય છે કે, 1987થી દર વર્ષે કમ્યુનિટી ઓફ સેંટ એગિડિયો શાંતિને પોત્સાહન આપવા માટે અસીસીની પ્રાર્થના કરે છે. આ દરમિયાન વિશ્વભરના દિગ્ગજો અહીં આવે છે. આ પહેલીવાર છે કે મમતા બેનર્જીને ઈન્ટરનેશનલ પીસ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે અમંત્રણ મળ્યું હતું, આ પહેલા મમતા બેનર્જી મધર ટેરેસાને સંતની ઉપાધી આપવામાં આવી ત્યારે તેઓ 2016માં રોમ ગયા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો