Central government in Parliament, corona virus affected 2 million NRIs living in 10 countries
  • Home
  • Featured
  • કેન્દ્ર સરકારે સંસદમાં કર્યો ‘ભડાકો’, 10 દેશોમાં રહેતા 2 મિલિયન NRI લોકોને કોરોના વાઈરસથી અસર

કેન્દ્ર સરકારે સંસદમાં કર્યો ‘ભડાકો’, 10 દેશોમાં રહેતા 2 મિલિયન NRI લોકોને કોરોના વાઈરસથી અસર

 | 7:05 am IST

કેન્દ્ર સરકારે બુધવારે સંસદમાં એવી માહિતી આપી કે ૧૦ દેશમાં રહેતા ૨ મિલિયન એનઆરઆઈને કોરોનાનો ચેપ લાગ્યો. ઇરાનમાં ૨૫૫ ભારતીય નાગરિકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. વિદેશમંત્રાલયના આંકડા અનુસાર ચીન સહિત ૧૦ દેશોમાં રહેતા ૧૫ ટકા કરતા પણ વધારે એનઆરઆઈ(લગભગ ૨ મિલિયન લોકો) ને કોરોનાથી અસર પડી છે.

અમેરિકામાં સૌથી વધારે ૧.૩ મિલિયન લોકો વસવાટ કરી રહ્યા છે. ઇટાલી, ઇરાન, સ્પેન અને જર્મનીમાં ૩ લાખ એનઆરઆઈ રહે છે. તે ઉપરાંત જે દેશોમાં કોરોના વાઇરસના ૧૦૦ પોઝિટિવ કેસો સામે આવ્યા છે ત્યાં ૮૬ ટકા કરતાં પણ વધારે ભારતીયો વસવાટ કરી રહ્યા છે. ૨૦૧૯માં અમેરિકા દ્વારા એકત્ર ડેટા અનુસાર, વિશ્વમાં ભારત આંતરરાષ્ટ્રીય માઇગ્રન્ટ્સના મામલે ટોચ પર છે. સમગ્ર વિશ્વભરમાં ૧૭.૫ મિલિયન ભારતીય માઇગ્રન્ટ્સ વસવાટ કરી રહ્યા છે.

ઇન્ડિયન એરલાઇન્સ માટે ૧૨,૦૦૦ કરોડના બેલઆઉટ પેકેજની કેન્દ્રની યોજના  

કોરોના વાઇરસને કારણે એર ટ્રાવેલ પ્રતિબંધનો સામનો કરી રહેલી ભારતીય એવિએશન સેક્ટર માટે કેન્દ્રે ૧૨,૦૦૦ કરોડના રેસ્ક્યૂ પેકેજની વિચારણા કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. એવિએશન સેક્ટર પરના એવિએશન ફ્યૂઅલ ટેક્સ સહિતના બીજા કેટલાક ટેક્સ હંગામી ધોરણે બંધ કરવાની દરખાસ્ત નાણામંત્રાલયની વિચારણા હેઠળ છે.

ભારતીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા દરખાસ્ત કરવામાં આવેલા રેસ્ક્યૂ પેકેજ ૧૨,૦૦૦ કરોડનું હોઈ શકે છે. નામ ન આપવાની શરતે એક અધિકારીએ જણાવ્યું કે કોરોના વાઇરસનો ફેલાવો અટકે ત્યાં સુધી ટેક્સ બંધ રાખી શકાય છે જ્યાં સુધી એવિએશન સેક્ટર પોતાના પર ઊભું ન રહી શકે ત્યાં સુધી તેને બીજા પ્રકારની પણ સહાય આપી શકાય છે.

કન્ફર્મ્ડ         કેસ             નોનરેસિડન્ટ ઇન્ડિયન પોપ્યુલેશન

ચીન            ૮૧,૧૦૨       ૫૫,૫૦૦

ઇટાલી         ૩૫,૭૧૩       ૧,૭૨,૩૦૧

ઇરાન         ૧૭,૩૬૧       ૪,૦૦૦

સ્પેન           ૧૩,૯૧૦       ૩૫,૩૦૮

જર્મની         ૧૨,૩૨૭       ૧૦૮,૯૬૫

ફ્રાન્સ           ૯.૧૦૫         ૧૯,૦૦૦

સાઉથ કોરિયા ૮,૪૧૩         ૧૧,૧૮૦

અમેરિકા        ૭,૭૮૩         ૧,૨૮૦,૦૦૦

સ્વિત્ઝરલેન્ડ    ૩,૦૨૮         ૧૭,૪૦૩

બ્રિટન         ૨,૬૪૨         ૩,૨૫,૦૦૦

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન