Central gov. law in NRI marriages: Sushma Swaraj
  • Home
  • Nri
  • NRI લોકો માટે મોદી સરકાર લાવશે નવો કાયદો, કાયદાની ચુંગાલમાંથી બચી નહીં શકે

NRI લોકો માટે મોદી સરકાર લાવશે નવો કાયદો, કાયદાની ચુંગાલમાંથી બચી નહીં શકે

 | 5:21 pm IST

વિદેશપ્રધાન સુષમા સ્વરાજે જણાવ્યું છે કે ભારતમાં કન્યા સાથે લગ્ન કરીને વિદેશ ભાગેલા પતિની ભારતમાં આવેલી સંપત્તિ જપ્ત કરવા સંબંધી કાયદો સંસદના આગામી સત્રમાં લાવવામાં આવશે. મહારાષ્ટ્ર મહિલા પંચ દ્વારા,’ એનઆરઆઈ મેરેજ એન્ડ ટ્રાફિકિંગઓફ વુમન એન્ડ ચિલ્ડ્રન’ નામના સેમિનારને સંબોધન કરતાં કહ્યું હતું કે આ કાયદા અનુસંધાનમાં એક સહાયક કાયદો પણ લાવવામાં આવશે. તે કાયદા હેઠળ એક એવી વ્યવસ્થા પણ કરવામાં આવશે કે ભારતમાં લગ્ન કરીને વિદેશ ભાગેલા પતિને વોરન્ટ કે સમન્સ માટે એક સમર્પિત વેબસાઇટ શરૂ કરવામાં આવશે કે જેથી તે વેબસાઈટ પર નોટિસ કે વોરન્ટ જાહેર થઈ શકે.

સુષમાએ કહ્યું કે આ વેબસાઇટ પર પ્રકાશિત વોરન્ટ – નોટિસને એવી માન્યતા રહેશે કે તે ભાગેડુ પતિએ પ્રાપ્ત કરી લીધી છે તેવી માન્યતા ધરાવશે. હાલમાં એવી વ્યવસ્થા અમલી છે કે કોઈ વ્યક્તિ સમન્સ કે નોટિસનો સ્વીકાર ના કરે તો તે નિવાસ કરતો હોય તે વિસ્તારના કોઈપણ અખબારમાં જાહેર ખબર આપીને તેને જાણ કરવામાં આવે છે કે તેની વિરૃદ્ધ નોટિસ કે વોરન્ટ કાઢવામાં આવ્યું છે. હવે તે ધોરણે જ વેબસાઇટ પર મુકાયેલી નોટિસ કે સમન્સ માન્ય રહેશે.

સમન્સ -નોટિસ માટે વેબસાઈટ લોન્ચ થશે
સુષમા સ્વરાજે એમ પણ જણાવ્યું હતું કે લગ્ન કરીને ભાગેલા પતિ વિદેશ જઈને સરનામુ, ઇમેલ અને ફોન નંબર બદલી લેતા હોવાનું પણ ધ્યાને આવ્યું છે. તે વાત ધ્યાને રાખીને જ સરકારે વોબસાઈટ લોન્ચ કરવા નક્કી કર્યું છે. વેબસાઇટ લોન્ચ કરવાની તૈયારીઓ થઈ ચુકી છે. તેમણે કહ્યું હતું કે આગામી સંસદ સત્રમાં આ મુદ્દે ખરડો લાવવા કાયદાપ્રધાન રવિશંકરપ્રસાદ, ગૃહપ્રધાન રાજનાથસિંહ અને મહિલા અને બાળ વિકાસ પ્રધાન મેનકા ગાંધી પણ સહમત છે.