રવિ શંકર પ્રસાદે કહ્યું કે, 'બેઠક ખુબજ સફળ રહી અમે ત્રણ મુદ્દાઓ પર ચર્ચા કરી
  • Home
  • Technology
  • કેન્દ્ર સરકારે વોટ્સએપને ચેતવણી આપતા કહ્યું કે….

કેન્દ્ર સરકારે વોટ્સએપને ચેતવણી આપતા કહ્યું કે….

 | 3:12 pm IST

ભારતે મેસેજિંગ એપ વોટ્સએપને દેશમાં સમાચારો અને નકલી કે ખોટા સમાચારો ફેલાવનારા સોર્સ શોધી તેનું યોગ્ય સમાધાન શોધવું જોઈએ. વોટ્સએપના સીઈઓ ક્રિસ ડૈનિયલે મંગળવારે સૂચના પ્રસારણ મંત્રી રવિ શંકર પ્રસાદ સાથે મુલાકાત કરી હતી. રવિ શંકર પ્રસાદે જણાવ્યુ હતુ કે સરકારે વોટ્સએપને અફવાઓ રોકવા તેમજ પોર્ન અને ખોટા સમાચારો પર લગામ કસવી જોઈએ. આ દિશામાં યોગ્ય ટેકનોલોજી લાવવી જોઈએ જેથી આવા ખોટા સમાચારોને ફરતા અટકાવી શકાય.

રવિ શંકર પ્રસાદે કહ્યું કે, ‘બેઠક ખુબજ સફળ રહી અમે ત્રણ મુદ્દાઓ પર ચર્ચા કરી. કેરળમાં પૂરના પ્રકોપ સામે વોટ્સએપ દ્વારા જે રાહત મળી તે પ્રશંસાને પાત્ર છે. આ સિવાય વોટ્સએપ પર જે ખોટા સમાચારો ફેલાય છે તેનાથી મૉબ લિન્ચિંગ, રિવેન્જ પોર્ન જેવી ઘટનાઓ રોકવા માટે સચોટ સમાધાન લાવવું રહ્યુ. આ સાથે ભારતમાં વોટ્સએપની કોર્પોરેટ ઓફિસ બનાવવાની પણ સલાહ આપી છે.’

છેલ્લા કેટલાક સમયથી વોટ્સએપ અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ફેલાતી અફવાઓ અને ખોટા સમાચારોના વ્યાપના કારણે દેશના કેટલાયે સ્થળો પર પરિસ્થિતિ ગંભીર બની છે. કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી રવિ શંકર પ્રસાદે આ મામલાને ગંભીર ગણાવી હતી તેમજ આ મામલે યોગ્ય પગલાં ઉઠાવવાની માંગ કરી હતી.

નકલી કે ખોટા સમાચારો અને અફવાઓ બાદ વોટ્સએપે મુખ્ય વર્તમાન પત્રોમાં જાહેરાત આપી સાવધાની ના ભાગ રૂપે આનાથી બચવા માટે કેટલીક રીત બતાવી હતી.વોટ્સએપે તેના ફિચર્સમાં પણ ફેરફાર કર્યો છે. આ ફોરવર્ડ મેસેજ કરતાજ જાણી શકાય છે કે કેટલા પ્રમાણમાં મેસેજ ફોરવર્ડ થયો છે.