Central Govt Employees Salary Will Increase From September
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • સરકારી કર્મચારીઓને આ અઠવાડિયે મળશે ડબલ બોનસ

સરકારી કર્મચારીઓને આ અઠવાડિયે મળશે ડબલ બોનસ

 | 6:56 pm IST
  • Share

  • જાણો કર્મચારીઓને કેટલો વધારે પગાર મળશે
  • ડીએમાં જુલાઈ 2021થી વધારો કરાયો હતો

કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થા, મોંઘવારી રાહત અને હાઉસ રેન્ટ એલાઉન્સમાં વધારા બાદ કેન્દ્રીય કર્મચારીને આ અઠવાડિયે એક વધારે ગિફ્ટ આપશે. સરકારે કોરોના સંકટની વચ્ચે અસ્થાયી રીતે રોકાયેલા દોઢ વર્ષના મોંઘવારી ભથ્થાનું એરિયર કર્મચારીઓને આપ્યું નથી. એવામાં સપ્ટેમ્બર 2021થી કેન્દ્ર કર્મચારીઓને થોડી રાહત આપે તેવી આશા છે. સપ્ટેમ્બરમાં સરકારી કર્મચારીઓને ડબલ બોનસ મળી શકે છે. સરકારે લાખો કર્મચારીઓનું ડીએ વધારીને 28 ટકા કર્યું છે. સાથે જ હાઉસ રેન્ટ એલાઉન્સ પણ વધારી દીધું છે.

કેટલો થશે વધારો

કેન્દ્ર સરકારે આદેશ જાહેર કરતા કહ્યું કે સરકારી કર્મચારીઓને બેસિક વેતનના આધારે હાઉસ રેન્ટ એલાઉન્સ અને ડીએમાં વધારો કરાય. નિયમ અનુસાર ડીએ 25 ટકાથી વધારે હોય તો એચઆરએમાં વધારો કરવાનો રહે છે. આ માટે કેન્દ્ર સરકારે એચઆરએને વધારીને 27 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. અન્ય એક રિપોર્ટમાં કહેવાયું છે કે 7 જુલાઈ 2017ના આદેશમાં કહેવાયું છે કે જ્યારે ડીએ 25 ટકાથી વધારે હશે તો એચઆરએ પણ સંશોધિત કરાશે. એવામાં 1 જુલાઈ 2021થી મોંઘવારી ભથ્થુ વધારીને 28 ટકા થયું તો એચઆરએ પણ વધારવાનું જરૂરી છે.

કોને કેટલું વધારે મળશે HRA

કેન્દ્રીય કર્મચારીઓને શહેરની કેટેગરીના આધારે 27 ટકા, 18 ટકા અને 8 ટકા એચઅરએ આપવામાં આવી રહ્યું છે. આ વધારો પણ ડીએની સાથે 1 જુલાઈ 2021થી લાગૂ કરાયો છે. હાઉસ રેન્ટ એલાઉન્સની કેટેગરી X, Y અને Z ક્લાસ શહેરોના આધારે છે. સરળ શબ્દોમાં કહીએ તો એક્સ કેટગરીના કર્મચારીઓને 5400 રૂપિયા વધારે એચઆરએ મળશે. આ પછી વાય ક્લાસને 3600 રૂપિયા વધારે અને ઝેડ ક્લાસને 1800 રૂપિયા વધારે હાઉસ રેન્ટ એલાઉન્સ મળશે.

વધારાયેલા પગારનું સમજી લો ગણિત

સાતમા વેતન આયોગના આધારે કેન્દ્ર સરકારના કર્મચારીઓને ન્યૂનતમ મૂળ વેતન 18000 રૂપિયા છે. હજુ પણ ખાનગી ક્ષેત્રના કર્મચારીની બેસિક સેલેરી 15000 રૂપિયાથી શરૂ થાય છે. કેન્દ્ર સરકારના કર્મચારીને 18000 રૂપિયાના મૂળ વેતન પર 3060 રૂપિયાનું મોઘવારી ભથ્થું જૂન 2021 સુધી 17 ટકાના દરે મળી રહ્યું હતું. જુલાઈ 2021થી કેન્દ્ર સરકારના કર્મચારીને 28 ટકા ડીએના આધારે દર મહિને 5040 રૂપિયા મળે છે. આ આધારે કેન્દ્રીય કર્મચારીના માસિક વેતનમાં 1980 રૂપિયાનો વધારો થયો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો