સરકારી કર્મચારીઓનો ઓછામાં ઓછો પગાર આટલા રૂપિયા તો થઇ જશે, જાણો તેના અમલ અંગે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • સરકારી કર્મચારીઓનો ઓછામાં ઓછો પગાર આટલા રૂપિયા તો થઇ જશે, જાણો તેના અમલ અંગે

સરકારી કર્મચારીઓનો ઓછામાં ઓછો પગાર આટલા રૂપિયા તો થઇ જશે, જાણો તેના અમલ અંગે

 | 3:46 pm IST
  • Share

કેન્દ્રીય કર્મચારીઓને ટૂંક સમયમાં ફાયદો જ ફાયદો થવાનો હોય તેવું લાગી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે સાતમા પગાર પંચની ભલામણો લાગૂ થવાની સાથે જ કેન્દ્રીય કર્મચારીઓના સંગઠનોએ લઘુતમ પગાર અને ફિટમેન્ટ ફોર્મ્યુલા પર નારાજગી વ્યક્ત કરી હતી અને અનિશ્ચીત હડતાળ પર જવાની ધમકી આપી હતી. બાદમાં સરકારે કર્મચારી નેતાઓ સાથે વાતચીત કરી ચાર મહિનાનો સમય માગ્યો હતો અને ફરીથી આ મામલે બંને પક્ષ વચ્ચે વાતચીત શરૂ થઈ.

મીડિયા રિપોર્ટ્સના આધારે નાણાં મંત્રાલય કેન્દ્રીય કર્મચારીઓ માટે ઓછામાં ઓછો પગાર 18000ના બદલે 21000 કરવા પર વિચાર કરી રહ્યું છે. આ પહેલા કેન્દ્ર સરકારે સાતમા પગાર પંચની ભલામણો પર મ્હોર લગાવીને ઓછામાં ઓછો પગાર 18000 કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. નાણાં મંત્રાલયે 2.57 ગણા ફિટમેન્ટ ફોર્મ્યુલાને લાગુ કરવાના પ્રસ્તાવને પાસ કર્યો હતો, અને હવે મંત્રાલય તેને ત્રણ ગણો કરવાની તૈયારીમાં છે.

રિપોર્ટ્સ મુજબ, નાણાં મંત્રી અરૂણ જેટલીએ કેન્દ્રીય કર્મચારીઓને લઘુત્તમ વેતન 18000થી વધારવાનું વચન આપ્યું છે. સરકારનું માનવું છે કે વેતનમાં અસમાનતાથી મહદ્દઅંશે રાહત મળશે અને નીચલા સ્તરના કર્મચારીઓને મદદ મળશે. ગરીબી દૂર કરવામાં પણ આ નિર્ણય નિર્ણાયક સાબિત થશે.

જોકે કર્મચારીઓની માંગણી ઓછામાં ઓછો પગાર 25000 રૂપિયા કરવાની છે. કેન્દ્રિય મંત્રીમંડળે 28 જૂનના રોજ 34 બદલાવોની સાથે 7માં પગાર પંચની ભલામણોને મંજૂરી આપી હતી. મીડિયા અહેવાલ અનુસાર સરકાર દ્વારા લઘુત્તમ વેતનમાં કરવામાં આવનારા વધારાનો અમલ ઓક્ટોબરથી થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન