કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન ગુજરાતની મુલાકાતે, કરી વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ડેની ઉજવણી - Sandesh
  • Home
  • Gujarat
  • કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન ગુજરાતની મુલાકાતે, કરી વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ડેની ઉજવણી

કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન ગુજરાતની મુલાકાતે, કરી વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ડેની ઉજવણી

 | 6:05 pm IST

કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેમણે સાસણગીરમાં વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરી હતી. તેમણે બીગ કેટ અન્ડર થ્રેટ સમારોહનું ઉદ્ઘાટન કર્યું હતું. સીએમ રૂપાણી, કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધનનની સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.

આજે કેન્દ્ર સરકાર દ્વારા સાસણ ખાતે વિશ્વ વાઇલ્ડ લાઇફ ડેની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી જૂનાગઢ જીલ્લાના સાસણ ખાતે કરવામાં આવી હતી. ગુજરાત વન્યપ્રાણીઓને અભયતા બક્ષી પર્યાવરણ અને વન પ્રકૃતિની જાળવણીમાં આગેવાની લેવા પ્રતિબધ્ધ હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણી જણાવ્યું હતું.

વિશ્વ વાઈલ્ડ લાઈફ ડેની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી જૂનાગઢના સાસણ ખાતે કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ડો. હર્ષવર્ધન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે રાજય સરકારની સિંહ સંવર્ધન, જતન અને સંરક્ષણની નીતિ અને લોક સહયોગને લીધે આજે સિંહોની વસ્તી ૬૦૦ આસપાસ પહોંચી છે તેમ જણાવી સિંહ રેસ્કયુ ઓપરેશનમાં મહિલા વન કર્મચારીઓના ફાળાને બિરદાવ્યો હતો. સાસણ આજે વિશ્વના પ્રવાસન નકશામાં સ્થાન પામ્યું છે તેમ જણાવી ઇકો ટુરિઝમ પેાલીસીની માહિતી આપી હતી. સાથે સાથે ગીરનાર રોપવે માટે પીટીશન દાખલ કરવાની તા. ૪ આપી છે તે માટે સરકાર ચિંતિત હોવાનું જણાવ્યું હતું તેમજ કામગીરી ચાલી રહી છે તેમ જણાવ્યું હતું.

કેન્દ્રીય પ્રધાન અને પર્યાવરણ મિનિસ્ટર હર્ષવર્ધને ગીર અભ્યારણ્યના વિકાસમાં રૂા.૧૫ કરોડના નવા પ્રકલ્પોની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગીરમાં છેલ્લા દસ વર્ષમાં સિંહની વસ્તીમાં ૪૬ ટકાનો વધારો થયો છે. ગીર અને સૌરાષ્ટ્રના વધેલા વન વિસ્તારમાં આજે પ૨૩થી વધુ સિંહની ગર્જના સંભળાય છે. તે અંગે ગૌરવની લાગણી વ્યકત કરી હતી. કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધનએ પર્યાવરણ અને પ્રકૃતિની જાળવણીમાં ભારત વિશ્વગુરૂ બનવા જઇ રહ્યું છે તેમ જણાવી આગામી તા. પ મી જુન ર૦૧૮ના રોજ યુનાઇટેડ નેશન્શ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતમાં ભારતમાં કરાશે. તેઓએ પ્લાસ્ટીકનો વપરાશ ઘટાડવા પણ અનુરોધ કર્યો હતો અને ગુજરાત સરકાર પુરતો સહકાર આપશે તેવી આશા વ્યક્ત કરી હતી.

આ સેમીનારમાં રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને સમારોહના અધ્યક્ષશ્રી ડો. હર્ષવર્ધન તેમજ મહાનુભાવશ્રીઓ એ સિંહ સદન સાસણ ખાતે વન વિભાગ દ્વારા આયોજિત પ્રદર્શનની મુલાકાત લઇ વિસ્તૃત જાણકારી મેળવી હતી. સેમીનારમાં ગીર લાયન કોફી ટેબલ બુકનું અને સીડીનું વિમોચન કર્યું હતું. આ તકે વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ “લાયન્સ ઓફ ગીર” વિષયક ડોકયુમેન્ટરી પ્રદર્શિત કરવામાં આવેલ હતી તેમજ ગીર લાયન સંવર્ધનને લગતી સકસેસ સ્ટોરીઓનું તથા નેશનલ ટાઇગર કન્જર્વેશન ઓથોરિટી દ્વારા તૈયાર કરાયેલ “ફોરેસ્ટ એન્ડ કલાઇમેટ ચેન્જ” વિષયક પ્રેઝન્ટેશનો પણ રજૂ કરવામાં આવ્યા હતા.

સાસણની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને 12 જેટલા સિંહના દર્શન કર્યા હતા. તેમણે ભમ્ભા ફોડ રેન્જ વિસ્તારમાં સિંહદર્શન કર્યા હતા.

ઉલ્લેખનિય છે કે ગુજરાતના 4 અભ્યારણની વિશ્વ વિખ્યાત છે. જેમાં એશિયાટિક સિંહ માટે ગીર અભયારણ, રિંછ માટે બનાસકાંઠાનું જેસોર અભયારણ, યાયાવર પક્ષીઓ માટે નળસરોવર અભયારણ, ઘુડખર માટે કચ્છનું નાનું રણ વિશ્વ વિખ્યાત છે.