સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડ ૧૨ કંપનીઓ સામે કાર્યવાહી કરશે  - Sandesh
  • Home
  • Mumbai
  • સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડ ૧૨ કંપનીઓ સામે કાર્યવાહી કરશે 

સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડ ૧૨ કંપનીઓ સામે કાર્યવાહી કરશે 

 | 12:21 am IST

। મુંબઈ ।

પ્લાસ્ટિક બંધી પછી ગ્રાહકોને ફસાવીને પર્યાવરણને અનુરૂપ વસ્તુઓના નામે પ્લાસ્ટિકનું વેચાણ થતું હોવાની જાણકારી મળી છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આ કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. એમાં કુલ ૧૨ કંપનીઓ સામેલ છે.

બોગસ પ્રમાણપત્રોના આધારે પર્યાવરણને અનુરૂપ વસ્તુઓના નામે પ્લાસ્ટિકનું ખુલ્લે આમ વેચાણ થતું હોવાની બાબત ઉઘાડી પડી છે. પ્લાસ્ટિક બંધી છતાં કેટલીક કંપનીઓ આવા ઓઠા હેઠળ પ્લાસ્ટિકની થેલીઓ વેચી રહી છે. બોર્ડે આવી કંપનીઓ પર છાપો મારતા તેમની પાસે જરૂરી પ્રમાણપત્રો પણ ન હોવાની જાણકારી મળી હતી. આવી ૧૨ કંપનીઓ સામે બોર્ડ આકરી કાર્યવાહી કરશે. સંબંધિત કંપનીઓને એટીઆર દાખલ કરવાનો આદેશ બોર્ડે આપ્યો છે.

કંપનીઓ ગ્રાહકને કેવી રીતે છેતરે છે?

સરકારે પ્લાસ્ટિક બંધી જાહેર કરી પછી કેટલીક કંપનીઓએ પર્યાવરણને અનુરૂપ થેલીઓ બનાવવાની શરૂઆત કરી. આ થેલીમાં વપરાયેલુ મટીરિયલ જલ્દી નાશ પામે એવું છે એમ કહીને એનું વેચાણ કરવામાં આવતું હતું.

જોકે તપાસ કરતા જાણ થઈ કે આ માત્ર પ્લાસ્ટિક જ છે અને ગ્રાહકોને છેતરવામાં આવે છે તેમજ કાયદાનો ખુલ્લેઆમ ભંગ કરાઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;