Centre Govt bans Yasin Malik-led JKLF under anti-terror law
  • Home
  • Featured
  • કાશ્મીરમાં કેન્દ્ર સરકારનું વધુ એક આકરૂ પગલું, યાસીન મલિકના સંગઠન JKLF પર પ્રતિબંધ

કાશ્મીરમાં કેન્દ્ર સરકારનું વધુ એક આકરૂ પગલું, યાસીન મલિકના સંગઠન JKLF પર પ્રતિબંધ

 | 7:14 pm IST

આતંકવાદ અને અલગાવવાદીઓ વિરૂદ્ધ કેન્દ્રની મોદી સરકરે આજે વધુ એક આકરો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે અલગાવવાદી નેતા યાસીન મલિકના સંગઠન JKLF (જમ્મૂ-કાશ્મીર લિબરેશન ફ્રંટ) પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેબિનેટની સુરક્ષા સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે આતંકવાદ વિરોધી કાયદા અંતર્ગત આ કાર્યવાહી કરી છે. યાસીન મલિક JKLFનો પ્રમુખ છે.

યાસિન મલિક પર આરોપ છે કે તે 1994થી ભારત વિરોધી ગતિવિધિઓ ચલાવતો આવ્યો છે. તે દેશના પાસપોર્ટ પર પાકિસ્તાનના આંટાફેરા કરે છે અને ત્યાં દેશ વિરોધી ગતિવિધિઓમાં શામેલ થાય છે. આ અગાઉ મોદી સરકારે જમાત-એ-ઈસ્લામી નામના સંગઠન પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો.

JKLF પર આતંકી ગતિવિધિઓનું સમર્થન કરવાનો આરોપ લાગતા રહ્યાં છે. જેને લઈને ઈડીએ પણ આ મામલે થોડા દિવસ પહેલા જ જમ્મૂ-કાશ્મીરમં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આ કડીમાં ઈડીએ યાસીન મલિકના ઘણા બધા ઠેકાણાઓ પર દરોડા પણ પાડ્યા હતાં.

કાશ્મીર ખીણમાં કરતો હતો તિરંગાનો વિરોધ

યાસીન મલિકની ગણતરી એ અલગાવવાદી નેતાઓમાં થાય છે, જે કાશ્મીર ખીણમાં ભારત વિરોધી ગતિવિધિઓને પ્રોત્સાહન આપે છે. તે કાશ્મીર ખીણમાં તિરંગા વિરૂદ્ધ અભિયાન ચલાવે છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે યાસીન મલિક જેવા નેતાઓ પર ઘણા સમય પહેલા જ પ્રતિબંધ લાદવાની જરૂર હતી. આ મામલી ઘણો જ સમય વીતી ગયો. યાસીન મલિકને સરકારે જ કરોડો રૂપિયા આપીને પાળ્યો હતો.

આ અગાઉ 28 ફેબ્રુઆરીએ કેન્દ્રની મોદી સરકારે જમાત-એ-ઈસ્લામી પર 5 વર્ષનો પ્રતિબંધ લાદ્યો હતો. જેને અંતર્ગત ગૃહ મંત્રાલય તરફથી કરવામાં આવેલી કાર્યવાહીમાં જેઈઆઈના પ્રમુખ હામિદ ફૈયાઝ સહિત 350થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

પુલવામા આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકાર સતત કાશ્મીર ખીણમાં રહેલા અલગાવવાદી નેતાઓ પર આકરૂ વલણ દાખવતી આવી છે તેમાં યાસીન મલિકના સંગઠન પર પ્રતિબંધને સૌથી મોટું પગલું માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન