કેન્દ્રએ NRI મેરેજની બધી માહિતી એકઠી કરવા ડેવલપ કરી વેબસાઈટ - Sandesh
  • Home
  • Nri
  • કેન્દ્રએ NRI મેરેજની બધી માહિતી એકઠી કરવા ડેવલપ કરી વેબસાઈટ

કેન્દ્રએ NRI મેરેજની બધી માહિતી એકઠી કરવા ડેવલપ કરી વેબસાઈટ

 | 5:26 pm IST

કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મત્રાંલયએ એક એવી વેબસાઈટની સ્થાપના કરી છે જેના પર સમગ્ર દેશના રાજયોએ એનઆરઆઈ મેરેજ રજીસ્ટ્રેશન બધી સંબંધી માહિતી અપલોડ કરવી પડશે. જેનો હેતું એનઆરઆઇ પતિઓ દ્વારા કરવામાં આવતા ખરાબ વર્તન અને ઘરેવું હિંસાને દૂર કરવોનો છે.

20 ડિસેમ્બરે મત્રાંલયે તેની સાથે સંકળાયેલ બધી માહિતી માટે નોડા અજન્સીની શરૂઆત કરી હતી જે એનઆરઆઈ મેરેજ સંબંધી બધી માહિતી આપે છે.એનઆરઆઈ પતિ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અને ઘેરલુ હિંસાને રોકવા વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની આગેવાની હેઠળ આંતર મત્રાંલયની પેનલની ભલામણ પછી આ વેબસાઈટ ડેવલપ કરવામાં આવી હતી.

આ વેબસાઈટ પર મૂળ ભારતીય એવા એનઆરઆઈ જે લગ્ન કરવા માંગે છે તેની બધી માહિતી ઉપલ્બધ હશે જેમાં એનઆરઆઈ છોકરાનું એડ્રેસ, તે જગ્યાએ કામ કરે છે તેની માહિતી, વગેરેનો સમાવેશ છે. જેનાથી બધી માહિતી એકઠી કરવામાં મદદ મળશે. મત્રાંયલના એક સિનિયર અધિકારીએ કહ્યું કે,મેરેજ રજીસ્ટ્રેશન કર્યા પછી તરત જ રજીસ્ટ્રેશનની બધી માહિતી અપલોડ કરવાની રહેશે.

જો કે, દર વર્ષે જે મહિલાએ એનઆરઆઈ પુરુષ સાથે લગ્ન કરે છે તેના સત્તાવાર આંકડા સરકાર પાસે નથી. તેમજ 3268 મહિલાઓને આ માહિતી પુરી પાડવામાં આવી છે, જેમાં મહિલાએ આનઆરઆઈ પુરુષ સાથે લગ્ન કરવા માટેની ગાઈડલાઈનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ વર્ષે એનઆરઆઈ પતિ દ્વારા આપવામાં આવતા ત્રાસ અને ઘરેવું હિંસાના કિસ્સાઓ ઓછા જોવા મળ્યા છે. આવા કિસ્સાઓ ના થાય તે માટે સુષ્મા સ્વરાજ અને મહિલા અને બાળ વિકાસ મત્રાંલયનાં બંને પ્રધાને આ કાયદાને વધુ મજબૂત બનાવા માટે કેન્દ્રને ભલામણ કરી છે.

આ સમિતીએ એ પણ ભલામણ કરી હતી કે બધા એનઆરઆઈએ લગ્ન પછીના એક સપ્તાહમાં મેરેજ રજીસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે. અત્યારે ખાલી પંજાબમાં એનઆરઆઈ મેરેજનું ફરજીયાત રજીસ્ટ્રશન કરવામાં આવે છે.