કેન્દ્રત્યાગી બળ લાગતાં દડો હવામાં ગોળ ગોળ ફરશે - Sandesh
  • Home
  • Supplements
  • Kids World
  • કેન્દ્રત્યાગી બળ લાગતાં દડો હવામાં ગોળ ગોળ ફરશે

કેન્દ્રત્યાગી બળ લાગતાં દડો હવામાં ગોળ ગોળ ફરશે

 | 1:31 am IST

શું શું જોઇશે?

નાનો પ્લાસ્ટિક દડો, દડા કરતા મોટા મોઢા વાળી કાચની જાર

પ્રયોગમાં શું કરવાનું?

નીચે જમીન પર અથવા ટેબલ જેવી સમથળ જગ્યા પર દડાને ગોઠવો. ત્યારબાદ જારને દડા પર ઊંધી કરો. જારની મદદથી દડાને ઉપર ઉઠાવાનો પ્રયત્ન કરો. પણ દડો ઉપર ઉઠશે નહીં. હવે દડાની આસપાસ જારને ગોળ ગોળ ફેરવો. ધીરેધીરે ગતિ વધારો અને વધુ ઝડપથી જારને દડાની આસપાસ ફેરવો.

આમ કરવાથી શું થશે?

જ્યારે કાચની જાર એક જ સ્થિતિમાં સ્થિર હશે તો દડો ઉપર ઊઠશે નહીં. પરંતુ જ્યારે જાર દડાની ઉપર ગોળાકાર ગતિમાં ફરશે, ત્યારે દડો પણ ગોળ ગોળ ફરી ધીરેધીરે જારની અંદર જશે. ત્યારબાદ જારને ગોળ ગોળ ફેરવવાનું ચાલુ રાખતા, તેને ટેબલ ઉપરથી ખસેડશો તો પણ દડો નીચે પડશે નહીં. જોકે આ પ્રયોગ કરવા માટે શરૂઆતમાં થોડો પ્રયત્ન કરવો જરૂરી છે.

આવું શા માટે થયું?

જ્યારે ધીરેધીરે જાર દડાની ઉપર ગોળ ગોળ ફરશે ત્યારે બોલ પણ ધીરેધીરે ગોળ ગોળ ફરતા જારની અંદર પ્રવેશ કરશે. આમ થવાનું કારણ જારનું દડા પ્રત્યેનું બળ છે. જેને કેન્દ્રત્યાગી બળ કહેવામાં આવે છે. કેન્દ્રત્યાગી બળ એ શરીર પર વક્ર ગતિમાં ફરે છે. જ્યારે દડાની ગતિ અને જારનું મોઢું ગોળ ગોળ ફરે છે, ત્યારે કેન્દ્રત્યાગી બળને કારણે દડો ધીરેધીરે ઉપર ઉઠે છે. ગુરુત્વાકર્ષણ બળ કરતાં કેન્દ્રત્યાગી બળ દડા પર વધુ લાગે છે. જેના કારણે કાચના જારને ટેબલ પરથી ઉઠાવી લીધા પછી પણ દડો જારની અંદર ગોળ ગોળ ફરતો રહેશે. જો તમે જારને ગોળ ગોળ ફેરવવાનું ધીમું કરી દેશો અથવા બંધ કરી દેશો તો કેન્દ્રત્યાગી બળનું પ્રમાણ ઓછું થઇ જશે અને ગુરુત્વાકર્ષણને કારણે દડો નીચે પડી જશે. આમ આઇઝેક ન્યૂટન નિયમ મુજબ ગુરુત્વાકર્ષણ બળથી વસ્તુ ઉપરથી નીચે પડે છે. તેમજ કેન્દ્રત્યાગી બળથી વસ્તુ હવામાં ગોળ ગોળ ફરે છે.

[email protected]