સિરામિક ઉદ્યોગોના કોલસા આધારિત ગેસીફાયર પર હાઇકોર્ટે પ્રતિબંધ લાદ્યો - Sandesh
  • Home
  • Ahmedabad
  • સિરામિક ઉદ્યોગોના કોલસા આધારિત ગેસીફાયર પર હાઇકોર્ટે પ્રતિબંધ લાદ્યો

સિરામિક ઉદ્યોગોના કોલસા આધારિત ગેસીફાયર પર હાઇકોર્ટે પ્રતિબંધ લાદ્યો

 | 1:27 am IST

અમદાવાદ,તા.૧૩

મોરબીના જગવિખ્યાત સિરામિક ઉદ્યોગોને હાઇકોર્ટનો મોટો ઝટકો પડયો છે. કોલસા આધારિત ગેસીફાયર પર હાઇકોર્ટે પ્રતિબંધ ફરમાવી દીધો છે. કોર્ટે GPCBને પર્યાવરણનું જતન કરવા આદેશ કર્યો છે. કોર્ટે નવી ટેકનોલોજી મુજબના ગેસીફાયરની મંજુરી અંગે નિર્ણય લેવા નિર્દેશ કર્યો છે.ઉલ્લેખનીય છે કે મોરબી શહેર મોટાભાગે સિરામિક ઉદ્યોગો પર નિર્ભર છે પરતું ઘણા લાંબા સમયથી જીપીસીબીને મળતી પ્રદુષણ અંગેની અરજીઓને ધ્યાને નહી લેવાતા હાઇકોર્ટમાં અરજી કરાઇ છે.

દિગ્વીજયસિંહ રાણા નામના અરજદારે કરેલી અરજીમાં એવી રજુઆત કરી હતી કે , મોરબીના સિરામિક ઉદ્યોગો દ્વારા મોરબીના પાણી અને હવાને અત્યંત ઝેરી બનાવી દેવામાં આવ્યા છે. સિરામિક ઉદ્યોગોની અયોગ્ય અને ગેરકાયદેસર રીતે પ્રોડકટ બનાવવાની રીતને લીધે મોરબીના પર્યાવરણને ગંભીર રીતે નુકશાન થઇ રહ્યુ છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા પણ ગંભીર નોંધ લઇને સિરામિક ઉદ્યોગોની કોલસા આધારિત સીસ્ટમને બંધ કરવા આદેશ કર્યો હતો. વર્ષ-૨૦૧૪માં હાઇકોર્ટે જાહેરહિતની અરજીમાં સિરામિક ઉદ્યોગાને સરકારની નવી માર્ગદર્શિકાને અનુસરવા આદેશ કર્યો હતો. ત્યારબાદ પણ સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા કોઇ નવી સુધારાનીતિ નહી આવતા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે નિષ્ણાતોની કમિટિને તપાસ સોપી હતી. રિપોર્ટમાં ગેસીફાયરની ૪ ટોકનીક પૈકી ૩ ટેકનીક ગેરકાયદેસર હોવાથી તેને ઉદ્યોગોને બંધ કરવા આદેશ કર્યો હતો. કુલ ૨૬૪ સિરામિક યુનિટનું મુલ્યાંકન કરવામાં આવ્યુ હતુ. તેમાથી ૫ યુનિટે મંજુરી લીધા વગર જ ઉદ્યોગો શરૂ કર્યા હતા. નિષ્ણાંતોની કમિટિએ તૈયાર કરેલા રિપોર્ટ મુજબ ્રૃઁઈ-૧,૨,૩,૪ હેટળ તકનીક અલગ અલગ હતી. રિપોર્ટ મુજબ ટાઇપ-૧ હેઠળ સમાવિષ્ટ ઉદ્યોગોને બંધ કરી દેવા અને તેમનો વીજ પુરવઠો પણ બંધ કરી દેવા હાઇકોર્ટે આદેશ કર્યો છે. સુનાવણી દરમ્યાન જીપીસીબીએ એવી દલીલ કરી હતી કે સિરામિક ઉદ્યોગો પાસે ગેસીફાયરની સિંગાપુરની આધુનિક તકનીક આવી છે. જેના માટે  જીપીસીબી પાસે મંજુરી માગવામાં આવી છે. કોર્ટે આ દલીલનો જવાબ આપતા જણાવ્યુ હતુ કે નવી ટેકનીકથી જો પ્રદુષણને ડામી શકાતુ હોય તો તેને ચકાસીને મંજુરી આપી શકો છો.

;