પ્રથમ ટાઇપરાઇટર ફક્ત કેપિટલ લેટર્સ જ લખી શકતું હતું - Sandesh
  • Home
  • Kids Corner
  • પ્રથમ ટાઇપરાઇટર ફક્ત કેપિટલ લેટર્સ જ લખી શકતું હતું

પ્રથમ ટાઇપરાઇટર ફક્ત કેપિટલ લેટર્સ જ લખી શકતું હતું

 | 12:08 am IST

ટાઇપરાઇટર એ મિકેનિકલ અથવા ઇલેક્ટ્રોમિકેનિકલ મશીન છે, જેના પર  પ્રિન્ટરની જેમ અક્ષરો લખી શકાય છે. પણ પ્રિન્ટર અને ટાઇપરાઇટરમાં થોડો ફેર છે. પ્રિન્ટર મશીનમાં આપોઆપ કાગળ પર છપાઈ જાય છે. જ્યારે ટાઇપરાઇટરમાં ટાઇપિંગ કરીને અક્ષરો લખવા પડે છે. સામાન્ય રીતે ટાઇપરાઇટરમાં અક્ષરો અને આંકડાના બટન હોય છે. જેને દબાવાવથી કાગળ પર લખાય છે. ટાઇપરાઇટરમાં પટ્ટી શાહીવાળી હોવાને કારણે કાગળ પર અક્ષર છપાય છે. વ્યાપારી ધોરણે પહેલું ટાઇપરાઇટર ૧૮૭૪માં અસ્તિત્વમાં આવ્યું હતું. હસ્તલિખિત પત્રવ્યવહાર સિવાયના અન્ય લખાણમાં ટાઇપરાઇટર ઝડપી અને અનિવાર્ય સાધન બની ગયું હતું. પ્રથમ ટાઇપરાઇટરમાં શિફ્ટ-કી મિકેનિઝમ નહોતું. તેને લીધે મૂળાક્ષરો ફક્ત કેપિટલ લેટર્સમાં જ લખી શકાતું. બાદમાં લોઅર-કેસની સગવડ મૂકીને આ મર્યાદા ઉકેલવામાં આવેલી.