ગુજરાતનાં આ મેળામાં મહિલાઓ પુરુષોને મારે છે સોટી, Video - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • ગુજરાતનાં આ મેળામાં મહિલાઓ પુરુષોને મારે છે સોટી, Video

ગુજરાતનાં આ મેળામાં મહિલાઓ પુરુષોને મારે છે સોટી, Video

 | 6:00 pm IST

દાહોદ જિલ્લાનો સૌથી મોટો ગણાતો ચાડીયાનો મેળો ધાનપુર ગામે યોજાયો હતો. આ મેળામાં વર્ષો જૂની નોખી પરંપરા નિહાળી આવનારા લોકો મંત્રમુગ્ધ થયા હતા. ધાનપુર ખાતે ધુળેટીના બીજા દિવસે ઉજવાતા ચાડીયાનો મેળા પણ બહુ જ મહત્ત્તવનો હોય છે. આ મેળામાં મેળાની વચ્ચોવચ આવેલ આંબાના ઝાડની ટોચ ઉપર એક સફેદ કલરના કાપડમા ગોળ, ધાણા અને રોકડ ઇનામો મૂકાતા હોય છે. તેમજ આ ગોળની પોટલી લેવા યુવાનો થનગનતા હોય છે. ત્યારે આંબાના ઝાડની ફરતે મહિલાઓ વાંસની સોટી લઈને આદિવાસી સમાજના લોકગીતો ગાતી ગાતી ગોળ ફરે છે.જે પણ યુવાન પોટલી લેવા નીકળે તો, મહિલાઓ તેને વાંસની સોટી મારે છે. પણ યુવાનો પોટલી લઈને જ નીચે આવે છે. આ ચાડીયો કરવા પાછળનું કારણ વર્ષોથી ચાલી આવતી એક પરંપરા છે, જેમાં લોકો સંતાન સુખની પ્રાપ્તિ, માટે પણ ગોળની પોટલી ઉતારવાની માનતા રાખતા હોય છે.