Chahal's wife taught Virat Kohli to dance, for the first time the video came out
  • Home
  • Sports
  • Cricket
  • ચહલની પત્નીએ વિરાટ કોહલીને શિખવ્યો ડાન્સ, પહેલી વખત વીડિયો આવ્યો સામે

ચહલની પત્નીએ વિરાટ કોહલીને શિખવ્યો ડાન્સ, પહેલી વખત વીડિયો આવ્યો સામે

 | 8:18 pm IST
  • Share

ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પોતાના ડાન્સથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવનાર ધનશ્રીનો એક વીડિયો ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સાથે ઘણો ચર્ચામાં છે. IPL ટીમ RCBએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં ધનશ્રી વિરાટ કોહલીને ડાન્સ શીખવતી જોવા મળી રહી છે.

ચહલની પત્નીએ કોહલીને ડાન્સ શીખવ્યો હતો

આ વીડિયોમાં ચહલની પત્ની ધનશ્રીએ વિરાટ કોહલીને હૂક સ્ટેપ શીખવવામાં મદદ કરી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આરસીબીએ આ વીડિયોની પાછળની એક ક્લિપ શેર કરી છે. વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે ધનશ્રીએ વિરાટને આ સ્ટેપ શીખવ્યું. વિરાટ કોહલી, યુઝવેન્દ્ર ચહલ, એબી ડી વિલિયર્સ, દેવદત્ત પડિકલ, ગ્લેન મેક્સવેલ અને મોહમ્મદ સિરાજ જેવા ખેલાડીઓ આ વીડિયોમાં સામેલ હતા.


ધનશ્રી વર્માની એક યુટ્યુબર છે.જેના 25 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. ધનશ્રી બોલીવુડના ગીતો રીક્રિએટ કરે છે. આ સિવાય તે હિપ-હોપની ટ્રેનિંગ પણ આપે છે. તે આ યુટ્યુબ ચેનલ પર તેની ડાન્સ એકેડમીના વીડિયો પણ અપલોડ કરે છે. ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા ખૂબ જ લોકપ્રિય કપલ છે. તે અવારનવાર તેના ફેન્સ સાથે તેના સુંદર ફોટા અને વીડિયો શેર કરે છે. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના લગ્ન ગયા વર્ષે ડિસેમ્બર 2020માં થયા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો