Chahat Khanna Accused Husband Farhan Mirza For Sexual Abuse
  • Home
  • Entertainment
  • Bollywood
  • આ અભિનેત્રીએ મુગલ વંશમાં કર્યા હતા લગ્ન, લગ્ન બાદ પતિએ કરી હતી આવી હાલત….

આ અભિનેત્રીએ મુગલ વંશમાં કર્યા હતા લગ્ન, લગ્ન બાદ પતિએ કરી હતી આવી હાલત….

 | 4:55 pm IST

એકતા કપૂરની સીરીયલ ‘બડે અચ્છે લગતે હૈં’થી જાણીતી થયેલી અભિનેત્રી ચાહત ખન્ના છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. ટીવીની દુનિયામાં ચાહતની જિંદગી ભલે ઘણી જ સુંદર લાગતી હોય, પરંતુ આ અજવાળા પાછળ અંદારુ પણ છે. ચાહત ખન્ના ગત દિવસોમાં પતિ ફરહાન મિર્ઝાથી અલગ થઈ ગઈ. તેને 2 વર્ષની જૌહર અને 11 મહીનાની અમાયરા એમ બે દીકરીઓ છે. હવે તેણે એક ઇન્ટરવ્યૂમાં ફરહાન મિર્ધા પર શોષણનો આરોપ લગાવ્યો છે, જો કે ફરહાને આ વાતોને ફગાવી દીધી છે.

હું તેમની વાતને ના ના કહી શકી અને લગ્ન માટે રાજી થઈ

ચાહતે જણાવ્યું કે, “મારા સાસરીનાં લોકો મુગલ વંશનાં છે. મારા ઘરનાં લોકો નહોતા ઇચ્છતા કે મારા લગ્ન ફરહાન મિર્ઝા સાથે થાય. લગ્નનાં 6 દિવસ પહેલા જ્યારે મને તેના વિશે ખબર પડી તો મે ના કહી દીધી હતી, પરંતુ ફરહાનની નાનીએ મને સમજાવી. તે ઘરડા હતા, હું તેમની વાતને ના ના કહી શકી અને લગ્ન માટે રાજી થઈ, પરંતુ પહેલી જ રાત્રે મને ખબર પડી કે તે ઠીક માણસ નથી. ફરહાન મિર્ઝાનાં સામાજિક રૂતબાથી લઇને સ્વભાવ અને વ્યક્તિત્વ બધુ જ જૂઠુ હતુ. મારા પહેલા લગ્ન પણ સફળ નહોતા. સામાજિક દબાવનાં કારણે હું બધુ સહેતી રહી કારણ કે મને લાગ્યું કે મને જજ કરવામાં આવશે. દરેક દિવસે મારા ચરિત્ર પર શક કરવામાં આવતો હતો. સાસરીનાં લોકો સામે ફરહાન મારી સાથે આવો વ્યવહાર કરતો હતો.”

દીકરીનાં જન્મનાં ચોથા દિવસે જ મારી સાથે….

ચાહતે કહ્યું, “ફરહાન મને મારતો હતો, ત્યારે મારી દીકરી રડવા લાગતી હતી. મને લાગ્યું કે આવા સામાજિક દબાવનાં કારણે હું મારી દીકરીઓની જિંદગી બરબાદ ના કરી શકુ. મારી બીજી દીકરીનાં જન્મનાં ચોથા દિવસે જ મારી સાથે મારઝુડ કરવામાં આવી. મારા વાળ પકડીને ઘરની બહાર ધકેલી દેવામાં આવી. ફરહાન મારી પર શક કરતો હતો. એક દિવસ તો તેણે મારા અને મારા દિયર વચ્ચે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો. મારા માટે વધારે સહન કરવું શક્ય નહોતુ. મે ફેમિલી કૉર્ટમાં તલાક માટે અર્જી કરી. તેમ છતા જિંદગી સરળ નથી થઈ.”

સંજય દત્તની ફિલ્મમાં જોવા મળશે ચાહત ખન્ના

વર્કફ્રંટની વાત કરીએ કો ચાહત સંજય દત્ત અને મનીષા કોઈરાલાની ફિલ્મ ‘પ્રસ્થાનમ’માં જોવા મળશે. તે ફિલ્મમાં સંજય દત્તની દીકરીનું પાત્ર ભજવી રહી છે.