Chain Snatching incident Caught on Cam in Surat
  • Home
  • Featured
  • સુરતઃ ચેઈન સ્નેચર અછોડો તોડી ભાગ્યા, બાળકને તેડીને પિતા પાછળ દોડ્યા, જુઓ CCTV

સુરતઃ ચેઈન સ્નેચર અછોડો તોડી ભાગ્યા, બાળકને તેડીને પિતા પાછળ દોડ્યા, જુઓ CCTV

 | 4:25 pm IST

સુરતમાં ચેઈન સ્નેચરોને હવે પોલીસનો ખૌફ રહ્યો નથી. અને ધોળા દિવસે બિન્દાસ ચેઈન લૂંટીને જતાં ચેઈન સ્નેચરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે લિંબાયત વિસ્તારમાં ચેઈન સ્નેચિંગની એક ઘટના સામે આવી છે. જ્યાં દીકરાને ચોકલેટ અપાવીને વેપારી ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યારે બાઈક પર આવેલ બે સ્નેચરોએ તેના ગળામાંથી અછોડો તોડી લીધો હતો. વેપારી બાળકને ઊંચકીને ચેઈન સ્નેચરો પાછળ દોડ્યો. પણ તેઓને પકડવામાં વેપારી નિષ્ફળ નીવડ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેના આધારે લિંબાયત પોલીસે તપાસ શરૂ કરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન