NIFTY 9,915.25 +41.95  |  SENSEX 32,028.89 +124.49  |  USD 64.3150 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ખુરશીથી ઉપાડીને ફેંકી દઈશ, મને ડરાવવાની જરૂર નથી : લાલુ

ખુરશીથી ઉપાડીને ફેંકી દઈશ, મને ડરાવવાની જરૂર નથી : લાલુ

 | 2:34 am IST

નવી દિલ્હી, તા. ૧૯

બેનામી સંપત્તિના આરોપમાં લાલુ યાદવે ટીવી ચેનલ પર પોતાની સફાઈ આપી હતી. તેમણે કહ્યું હતું કે અમે કંઈ જ ખોટું કર્યું નથી. આ બધું મને બદનામ કરવા માટે ભાજપની ચાલ છે. તપાસની મને કોઈ બીક નથી. દરોડા બાબતે લાલુએ કહ્યું કે બાવીસ જગ્યાએ ક્યાં દરોડા પડયા એ તો બતાવો. બાવીસ જગ્યાએ દરોડા એ વાતથી મારી ઇમેજને નુકસાન થયું છે. આજે લાલુ પ્રસાદ યાદવે ટ્વીટ કરી ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વીટ કર્યું હતું કે ભાજપ અને આરએસએસના લોકો સાંભળો, ભલે મારી કોઈ પણ સ્થિતિ થાય, લાલુ તમને દિલ્હીની ગાદી પરથી ઉતારશે. હું બહુ સ્પષ્ટ કહી રહ્યો છું કે મને ધમકાવવાની હિંમત ન કરો.

એ પછી લાલુએ ટ્વીટ કર્યું કે છાપા… છાપા… છાપા… છાપા… છાપા… કોના છાપા? છાપા તો અમે મારીશું ૨૦૧૯માં. હું બીજાના વિશ્વાસ ડગમગાવી નાખું છું, મારા કોણ ડગમગાવશે?

તેમણે વધુ એક ટ્વીટ કર્યું છે કે અચક ડોલે… કચક ડોલે… ખૈરા-પીપલ કભી ન ડોલે (અર્થાત્ મને કોઈ ડગમગાવી શકે નહીં). અંગદની માફક પગ ખોસીને ઊભો છું. ભાજપને ચેનથી નહીં રહેવા દઉં.લાલુપ્રસાદ યાદવે બીજેપી અને આરએસએસના નેતાઓને પડકાર ફેંક્યો છે. લાલુ યાદવે જણાવ્યું હતું કે બીજેપી અને આરએસએસના નેતાઓ સાંભળી લે કે હું તમને દિલ્હીની તમારી ખુરશીથી ઉતારીને નીચે લાવી દઈશ, પછી ભલે મારી સ્થિતિ કોઈ પણ હોય. મને ડરાવવાની જરૂર નથી. લાલુએ જણાવ્યું હતું કે બીજેપી અને આરએસએસ મારી સાથે દુશ્મની કાઢી રહ્યા છે, જેનું પરિણામ તેમણે ભોગવવું પડશે. તેઓ મારી અને મારી પાર્ટીની છબી ખરડી રહ્યા છે. નરેન્દ્ર મોદી સરકાર પર હુમલો કરતાં તેમણે કહ્યું કે તેમનું વલણ અગર આવું જ રહ્યું તો તેઓ પાંચ વર્ષ પૂરાં કરી શકશે નહીં. તેમણે જણાવ્યું હતું કે ૨૭ ઓગસ્ટે પટનાનાં ગાંધી મેદાનમાં એક વિશાળ રેલી યોજાશે, જેમાં એક જ વિચારધારાના નેતાઓ હાજર રહેશે અને આગળની રણનીતિ તૈયાર કરશે.

;