ગાંધીનગર મનપામાં ચેરમેનના  અભદ્ર ભાષા પ્રયોગ મુદ્દે હોબાળો - Sandesh
  • Home
  • Ahmedabad
  • ગાંધીનગર મનપામાં ચેરમેનના  અભદ્ર ભાષા પ્રયોગ મુદ્દે હોબાળો

ગાંધીનગર મનપામાં ચેરમેનના  અભદ્ર ભાષા પ્રયોગ મુદ્દે હોબાળો

 | 3:27 am IST

ગાંધીનગર, તા.૨૦

ગાંધીનગર કોર્પોરેશનની સામાન્ય સભા આજે મુલતવી રહેવા પામી હતી. સ્થાયી સમિતી ચેરમેન મનુભાઈ પટેલે મહિલા કર્મચારી સમક્ષ કરેલા અભદ્ર વાણી વિલાસના વિરોધમાં આજે કોંગ્રેસ ખરા અર્થમાં વિપક્ષની ભુમિકામાં આવી ગયું હતું. રાષ્ટ્રગાનના સમાપન સાથે જ કોંગ્રેસ આક્રમક બન્યું હતું. કોંગ્રેસના સભ્યો પોતાની ખુરશી પર ન બેસતાં ઉભા જ રહ્યા. ચેરમેન સાહેબ અહીં બેઠા છે, સભ્યો બેસતા નહી, નહિતો સભ્યપદ ગુમાવશો…તેમ કહીને ચેરમેનની માનસિકતાને છતી કરવામાં આવી હતી. આ રીતે સભા વચ્ચે જ ચેરમેનને પ્રતિક્રિયા આપી ચાબખા માર્યા હતા.

;