Rafale Deal : Supreme Court Has Sought Report From Centre With Respect To The Decision Making Process
  • Home
  • Featured
  • અમૃતસરમાં 60 લોકોને કચડી મારનારી ટ્રેનના ડ્રાઈવરે કર્યો ખુલાસો…કેમ ના રોકી ટ્રેન

અમૃતસરમાં 60 લોકોને કચડી મારનારી ટ્રેનના ડ્રાઈવરે કર્યો ખુલાસો…કેમ ના રોકી ટ્રેન

 | 10:33 am IST

અમૃતસરમાં જે સમયે ટ્રેક અકસ્માત સર્જાયો, તે સમયે જોડા ફાટક નજીક રાવણ દહન સમયે ભયાનક દુર્ઘટના સર્જાઈ. આ ઘટના ઘટી ત્યારે લગભગ 7 વાગ્યાનો સમય હતો. અંધારૂ હતું. જેવુ રાવણ દહન થયું તેવી આતશબાજી શરૂ થઈ ગઈ. જેના કારણે વધારે પડતો ધુમાડો છવાઈ ગયો. બરાબર એ જ સમયે ત્યાંથી ટ્રેન પસાર થઈ. તો પ્રશ્ન એ ઉભો થાય છે કે, આખરે લોકોની આવડી મોટી ભીડ ટ્રેનના લોકો પાઈલોટને દેખાઈ કે નહીં?

અહેવાલ પ્રમાણે જે ટ્રેનમાં અકસ્માત થયો તેના ડ્રાઈવર (લોકોપાઈલોટ)એ સ્પષ્ટતા કરી હતી. તેણે કહ્યું હતું કે, રાવણ દહનના કારણે આસપાસ ખુબ જ ધુમાડો હતો. ઘટનાસ્થળે પણ અંધારૂ હતું. ત્યાં અજવાળાની કોઈ જ વ્યવસ્થા નહોતી. જેથી કંઈ જ સ્પષ્ટ જોઈ શકાતુ નહોતુ.

તેવી જ રીતે રેલવેના અધિકારીઓનું પણ કહેવું છે કે, ધુમાડાના કારણે ટ્રેનનો ડ્રાઈવર જોઈ શકે તેમ નહોતો. આ ઉપરાંત અહીં વળાંક પણ છે. જોકે ડ્રાઈવરની ઓળખ છતી કરવામાં આવી નથી. રેલવે અધિકારીઓ તેની પુછપરછ કરી રહ્યાં છે.

રેવલે બોર્ડના ચેરમેન અશ્વની લોહાનીએ સ્પષ્ટતા કરી હતી કે આખરે પુરા પ્રયાસ બાદ પણ કેમ આ દુર્ઘટના ટાળી ના શકાઈ. લોહાનીએ જણાવ્યું હતું કે, ટ્રેક પર લોકો નજરે પડતા ડ્રાઈવરે દુર્ઘટના ટાળવાનો પ્રયાસ કર્યો હતો. ડ્રાઈવરે ટ્રેનની સ્પીડ 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઘટાડીને 65 કરી દીધી હતી. પરંતુ આટલી ઝડપે આવી રહેલી ટ્રેનને સુરક્ષીત રીતે ઉભી રાખવા માટે લગભગ 625 મીટરનું અંતર હોવું જરૂરી બની જાય છે. માટે ટ્રેન ઉભી ના રહી શકી અને 60થી વધારે લોકોના મોત થયા.

ઈમરજન્સી બ્રેક મારવાની સ્થિતિમાં આખી ટ્રેન જ ઉથલી પડવાની શક્યતા હતી. જો આમ થાય તો મોટી દુર્ઘટના સર્જાય અને મૃતાંક પણ ઉંચો રહે.

ડ્રાઈવરે હોર્ન માર્યો જ ના હોવાની દલીલ ફગાવતા લોહાનીએ કહ્યું હતું કે, ડ્રાઈવરે હોર્ન માર્યો હતો. પરંતુ ફટાકડાના અવાજમાં તે સાંભળી નહોતો શકાયો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, લેવલ ક્રોસિંગ પણ ઘટનાસ્થળેથી ખુબ જ દુર હતું. તેથી ત્યાં બેઠેલા અધિકારી પણ કંઈ જ કરી શકે તેમ નહોતા. જોકે કોંગ્રેસના નેતા નવજ્યોતિ સિંહ સિદ્ધુએ દાવો કર્યો છે કે, ટ્રેનના ડ્રાઈવરે હોર્ન જ નહોતો વગાડ્યો. આ દલીલ પર ઉત્તર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે, રાવણનું પુતળુ ઘટનાસ્થળથી 70-80 મીટર દુર સળગાવવામાં આવ્યું હતું. પુતળુ સળગીને પડ્યું તો લોકો રેલવે ટ્રેક તરફ દોડ્યા અને દુર્ઘટના સર્જાઈ ગઈ.

બીજી બાજુ રેલવેનું કહેવું છે કે, રાવણ દહન જોવા માટે લોકોનું રેલવે ટ્રેક પર આવવું એ ‘સ્પષ્ટ રીતે અતિક્રમણનો મુદ્દો’ છે. આ કાર્યક્રમને પણ રેલવે દ્વારા કોઈ જ મંજૂરી નહોતી આપવામાં આવી. અમૃતસર પ્રસાશને પણ આ દુર્ઘટનાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લેતા કહ્યું છે કે, સ્થાનિક અધિકારીઓને દશેરાના આ કાર્યક્રમની જાણકારી હતી. આ કાર્યક્રમમાં નવજોત સિંહ સિદ્ધુના પત્નીએ પણ ભાગ લીધો હતો .