Chaitra Navratri 2020: Date History Significance Puja Vidhi Video
  • Home
  • Videos
  • Featured Videos
  • માતાજીના કુંભ સ્થાપન માટેની શાસ્ત્રોક્ત પૂજનવિધિ જાણીશું શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી, Video

માતાજીના કુંભ સ્થાપન માટેની શાસ્ત્રોક્ત પૂજનવિધિ જાણીશું શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી, Video

 | 9:42 am IST

ચૈત્રી નવરાત્રીનો થયો પ્રારંભ. માતાજીની આરધાનાનો કરવાનો પર્વ. ચૈત્રી સુદ એકમે શૈલપુત્રી રૂપની કરો આરાધના. સૃષ્ટીનું સર્જન આજે થયાની માન્યતા. મહામારી વચ્ચે મહાશક્તિની કરો ઉપાસના
શૈલપુત્રીની આરાધનાથી વિશ્વનું થાય છે કલ્યાણ. કાર્યસિદ્ધિ માટે દેવી શૈલપુત્રી આરાધના શ્રેષ્ઠ. મા ઉમિયાનું બીજુ સ્વરૂપ છે દેવી શૈલપુત્રી. હિમાલય રાજાના ઘરે શૈલપુત્રીનો થયો હતો જન્મ. શૈલપુત્રીની આશિર્વાદથી જગતનુ થાય છે કલ્યાણ. શ્વેતવર્ણ, શ્વેત સાડી, હાથમાં ત્રિશુળ. નંદીની સવારી સાથે દેવી શૈલપુત્રીનું અદભૂત સ્વરૂપ. માતાજીનો ફોટો કે મૂર્તી પૂજન માટે લઇ શકો. કંકુ, લાલ ચોખા, જાસુદના પુષ્પથી કરો પૂજન. લાપસીનો પ્રસાદ, ધૂપ અને ઘીનો દીવો કરવો. 

તમામ સમસ્યાઓ દુર કરવા કરો અનુષ્ઠાન. કાર્યસિદ્ધિ માટે કરો ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન. કેવી રીતે કરવુ ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન. અનુષ્ઠાન કરવાનો સરળ શાસ્ત્રીય ઉપાય. નવ દિવસ જુદા જુદા રંગના દોરાનું માહત્મ્ય. મંત્ર-જાપથી દોરાને કરવાનો છે સિદ્ધ. સિદ્ધ કરાયેલા દોરાને ધારણ કરતાં મળે છે કાર્યસિદ્ધિ. નવરાત્રીમાં નવ મંત્ર અને નવ રંગના દોરાનો ઉપયોગ. નવરાત્રીની પ્રથમ દિવસે લો લાલ રંગનો દોરો 

નવ દિપક સાથે પુજાની કરવી શરૂઆત.મંત્ર-જાપની 10 માળા કરવાની.28 જાસુદના ફુલની માળા બનાવી કરવી અર્પણ. લાલ રંગના દોરાને નવ ગાંઠ મારવી.કાર્યસિદ્ધિ ઇચ્છુક વ્યક્તિ માટે કરી શકો ઉપાય સુતર, ઊન કે રેશમનો દોરાનો કરી શકાય ઉપયોગ
મંત્ર

ૐ એ હ્રીં ક્લીં ચાંમુડાયૈ વિચેય ૐ શૈલપુત્રી દિવ્યે નમ: |

મંત્રની કરવાની રહેશે 10 માળા. દોરો માતાજીના સ્વરૂપને કરાવો સ્પર્શ. મંત્ર બોલવાથી દોરો થાય છે સિદ્ધ. ધૂપ આપીને દોરાનો કરવો ધારણ. . પ્રથમ દિવસે હવનમાં દાડમની આપો આહૂતી. સફેદ રંગની ચૂંદડીથી માતાજી થાય છે પ્રસન્ન. માતાજીની કૃપાથી સર્વકાર્ય થાય છે સિદ્ધ. અનુષ્ઠાન થકી દેવી શૈલપુત્રીને કરો પ્રસન્ન. મહાશક્તિની આરાધના કરી મેળવો સુખ-સમૃદ્ધી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન