chakraborty undated video viral in which she is taking about her boyfriend
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ‘હું ગુંડાની પણ મા છું, મને બધું આવડે છે’, રિયા ચક્રવર્તીનો પર્સનલ વીડિયો વાયરલ થતાં હાહાકાર

‘હું ગુંડાની પણ મા છું, મને બધું આવડે છે’, રિયા ચક્રવર્તીનો પર્સનલ વીડિયો વાયરલ થતાં હાહાકાર

 | 3:50 pm IST
  • Share

સુશાંતના મોત બાદ રિયાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં રિયા ભાઈ લોગની ભાષા બોલતી જોવા મળી રહી છે. તે કહી રહી છે કે, મને ખબર છે કે ગુંડાઓને કઈ રીતે હેન્ડલ કરવા. મારો બોયફ્રેન્ડ છોટા ગુંડા જ છે. જો કે હજુ એ વાત સામે નથી આવી કે આ વીડિયો ક્યારનો છે અને એ કઈ બોયફ્રેન્ડની વાતો કરી રહી છે.

રિયાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે ટ્રેન્ડ કરી રહ્યો છે. એમાં તે જણાવી રહી છે કે તે આરામથી પલટી મારી શકે છે. તે તેનું ઉદાહરણ પણ આપે છે કે કઈ રીતે તેના માતા-પિતા સામે ખોટું બોલીને તે ભાઈને હેરાન કરતી હતી. સાથે જ તે જણાવી રહી છે કે ગુંડાને કઈ રીતે જવાબ આપવો એ પણ હું જાણું છું. રિયા આ વીડિયોમાં છેલ્લે એવું પણ કહી રહી છે કે આ વીડિયો રેકોર્ડ ન કરશો. ગુંડા તેની ઉપર છે અને એ ગુંડાની પણ મા છે એવું પણ બોલતી જોવા મળી રહી છે.

આ વીડિયો વાયરલ થયાં બાદ રિયા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગી છે. ફોલોઅર્સ રિયાનું આ રૂપ જોઈને હેરાન રહી ગયા છે. ઉલ્લેખનીય છે કે રિયા પર સુશાંતના પિતાનો આરોપ છે કે તેણે જ આ બધું કરવા માટે ઉશ્કેર્યો છે. અને સુશાંતને બરબાદ કરવાની કોશિશ કરી હતી. હવે આ કેસમાં બિહાર પોલીસ તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન