ચંપાના ફૂલ આરોગ્ય ઉપચારમાં પણ ઉપયોગી - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • ચંપાના ફૂલ આરોગ્ય ઉપચારમાં પણ ઉપયોગી

ચંપાના ફૂલ આરોગ્ય ઉપચારમાં પણ ઉપયોગી

 | 1:32 am IST

દરેક ધર્મમાં ફૂલોને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે, કારણ કોઇ ને કોઇ ફૂલ પૂજા-વિધિમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ગુલાબ, મોગરો, કમળ, ધતુરો, ગલગોટો, જાસૂદ વગેરે જેવાં ફૂલોનો આપણે ઉપયોગ કરીએ જ છીએ. તો આપણે ચંપાના ફૂલ વિશે વિગતે માહિતી મેળવીએ.

ચંપાને અંગ્રેજીમાં પ્લૂરિયા કહે છે. ચંપાના સુંદર, મંદ, સુંગધિત હળવા સફેદ, પીળા ફૂલ હંમેશાં પૂજામાં ઉપયોગમાં લેવામાં આવે છે. ચંપાના વૃક્ષને મંદિરના પરિસરમાં લગાવવાથી ત્યાંનંુ વાતાવરણ શુદ્ધ થાય છે. ચંપાના વૃક્ષનો ઉપયોગ ઘર, પાર્ક, ર્પાિંકગ વિસ્તાર અને સજાવટ માટે ઉપયોગ કરવામાં આવે છે.

પૌરાણિક કથા મુજબ ચંપાનો ઉપયોગ

ચંપાના ફૂલમાં પરાગ નથી હોતા, તેમાં પુષ્પ પર મધમાખી ક્યારેય બેસતી નથી. ચંપાને કામદેવના ફૂલ તરીકે માનવામાં આવે છે.

દેવીમાં લલિતા અમ્બિકાના ચરણોમાં ચંપાના ફૂલને અર્પણ કરવાથી અન્ય ફૂલો તથા અશોકના પાનનું તોરણ બનાવીને તેને ડેકોરેટ કરવામાં આવે છે. ચંપાનું વૃક્ષ વાસ્તુની દ્રષ્ટિથી સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે.

ચંપાના મુખ્ય પાંચ પ્રકાર છે

સોન ચંપા,

નાગ ચંપા,

કનક ચંપા,

સુલ્તાન ચંપા,

કટહરી ચંપા

ઉપરોક્ત દરેક પ્રકારના ચંપાના ફૂલ એકથી એક અદ્દભુત અને સુંદર હોય છે.

ચંપાના લાભ

શીતળ પ્રકૃતિ

ચંપા શીતળ પ્રકૃતિ અને હૃદય માટે લાભદાયી છે. તેને સુંઘવાથી દિલ અને દિમાગ શક્તિશાળી બને છે.

ચંપાના ફૂલોને ક્રશ કરીને શરીર પર તેનો તૈયાર કરેલો લેપ લગાવવાથી ત્વચા પર થતા બળતરામાં રાહત મળે છે.

શક્તિવર્ધક

શરીરની શક્તિને વધારવા માટે ચંપાના ફૂલનો પાઉડર બનાવીને, તેમાં મધ મિક્સ કરીને ખાઇ લો. શરીર શક્તિશાળી બનશે.

દર્દ નિવારણ માટે

હાથ-પગ પર ચંપાના ફૂલોના તેલથી માલીશ કરવાથી દુખાવામાં રાહત થશે.

ચંપાના ફૂલને તેલમાં ક્રશ કરીને માથામાં લગાવવાથી, આંખો પર લેપ લગાવવાથી, માથાના દુખાવામાં રાહત થાય છે.

નસો જકડાવાની સમસ્યા રહેતી હોય તો ચંપાના તેલથી માલીશ કરવી લાભદાયી છે.

પેટ માટે ઉત્તમ

ચંપાના પાનનો રસ ૧૦ મિલીલીટર લઇને ૨૦ ગ્રામ મધ સાથે મિક્સ કરો. આ મિશ્રણનું સવાર-સાંજ સેવન કરવાથી પેટના દુખાવામાં રાહત થશે.

ચંપાના મૂળનો ઉપયોગ કરીને કાવો બનાવો, તે પીવાથી કબિજીયાતમાં રાહત મળશે.

ચંપાનું ફૂલ ભૂખને રોકવામાં મદદ કરે છે. તથા વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

ચંપાના ફૂલને પાણીમાં પલાળી રાખવામાં આવે અને તે પાણીનું નિયમિત સેવન કરવામાં આવે તો પેટને લગતી દરેક બિમારીમાં રાહત મળે છે.