NIFTY 9,475.15 -50.60  |  SENSEX 30,541.93 +-116.84  |  USD 64.3850 +0.24
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ચેમ્પિયન્સ લીગ : બાર્સેલોનાને ફરીવાર ચમત્કારની આશા

ચેમ્પિયન્સ લીગ : બાર્સેલોનાને ફરીવાર ચમત્કારની આશા

 | 2:04 am IST

બાર્સેલોના, તા. ૧૮

ચેમ્પિયન્સ લીગમાં ક્વાર્ટર ફાઇનલના ફર્સ્ટ લેગમાં ૩-૦થી પરાજય મેળવનાર બાર્સેલોના માટે સેમિફાઇનલમાં પહોંચવાની રાહ ઘણી મુશ્કેલ બની ગઈ છે છતાં ટીમના સ્ટાર ખેલાડી નેયમારનું માનવું છે કે, ટીમ ફરી ચમત્કારિક વિજય મેળવી સેમિફાઇનલમાં પ્રવેશ મેળવશે. બાર્સેલોનાને સેમિફાઇનલમાં પહોંચવા માટે સેકન્ડ લેગમાં ઓછામાં ઓછા ૪-૦થી મેચ જીતવી જરૂરી છે. જો જુવેન્ટસ બાર્સલોનાના કેમ્પનાઉમાં એક ગોલ કરે તો બાર્સોલોનાને મેચમાં કુલ પાંચ ગોલ કરવા જરૂરી બની જશે.

બાર્સેલોનાની ટીમ ચેમ્પિયન્સ લીગના પ્રિ-ક્વાર્ટર ફાઇનલ મુકાબલાના ફર્સ્ટ લેગમાં પેરિસ સેન્ટ જર્મન સામે ૪-૦થી પાછળ હતી પરંતુ કેમ્પનાઉમાં રમાયેલા સેકન્ડ લેગ મુકાબલામાં ૬-૧થી પરાજય આપી કુલ ૬-૫થી જીત મેળવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે બાર્સેલોનાને ક્વાર્ટર ફાઇનલમાં પણ જુવેન્ટસ સામે ચમત્કારિક જીતની આશા છે.

નેયમારે કહ્યું કે, અમને વિશ્વાસ છે કે, મને અમારી ટીમ અને તેની ક્ષમતા પર વિશ્વાસ છે. અમે મેચમાં ૧૦૦ ટકા શ્રેષ્ઠ દેખાવનો પ્રયાસ કરીશું. અમે ૩-૦થી પાછળ ચાલી રહ્યા છીએ જેને કારણે અમે એક રીતે ઘણું ગુમાવી ચૂક્યા છીએ જેથી હવે અમારે સેકન્ડ લેગમાં જીત માટે આકરી મહેનત કરીશું.

1