ચેમ્પિયન્સ લીગ : જુવેન્તસ અને માન્ચેસ્ટર સિટી અંતિમ આઠમાં - Sandesh
  • Home
  • Sports
  • Football
  • ચેમ્પિયન્સ લીગ : જુવેન્તસ અને માન્ચેસ્ટર સિટી અંતિમ આઠમાં

ચેમ્પિયન્સ લીગ : જુવેન્તસ અને માન્ચેસ્ટર સિટી અંતિમ આઠમાં

 | 1:27 am IST

માન્ચેસ્ટર, તા. ૮

માન્ચેસ્ટર સિટી અને જુવેન્તસે ચેમ્પિયન્સ લીગની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.

ઇટાલીની ફૂટબોલ ક્લબ જુવેન્તસે ટોટેનહામ હોત્સપુરને કુલ ૪-૩થી પરાજય આપી અંતિમ આઠમાં પ્રવેશ મેળવ્યો હતો. ફર્સ્ટ લેગમાં ટોટેનહામ અને જુવેન્તસ વચ્ચેનો મુકાબલો ૨-૨થી ડ્રો રહ્યો હતો જ્યારે સેક્ન્ડ લેગમાં જુવેન્તસે ૨-૧થી વિજય મેળવ્યો હતો. સેકન્ડ લેગ મુકાબલામાં ટોટેનહામ હોત્સપુર તરફતી સોન હિયુંગ મિને ૩૯મી મિનિટે ગોલ કરી ટીમને લીડ અપાવી હતી પરંતુ બીજા હાફમાં હિગુએને ૬૪મી અને દિબાલાએ ૬૭મી મિનિટે ગોલ કરી જુવેન્તસને ૨-૧થી સરસાઈ અપાવી હતી જે મેચના અંત સુધી જાળવી રાખી મેચ જીતી લીધી હતી. જુવેન્તસે છેલ્લી ચાર સિઝન પૈકી ત્રીજી વખત ચેમ્પિયન્સ લીગની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.

ચેમ્પિયન્સ લીગમાં પ્રિ ક્વાર્ટર ફાઇનલના સેકન્ડ લેગમાં માન્ચેસ્ટર સિટીનો પોતાના હોમ ગ્રાઉન્ડ પર ૧-૨થી એફસી બાસેલ સામે પરાજય થયો હોવા છતાં ફર્સ્ટ લેગમાં બાસેલ સામે ૪-૦ના વિજયને કારણે માન્ચેસ્ટર સિટીએ કુલ ૫-૨ના અંતરથી મેચ જીતી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. માન્ચેસ્ટર સિટીનો પોતાના હોમ ગ્રાઉન્ડ પર ૨૦૧૬ બાદ આ પ્રથમ પરાજય છે. આ સમયમાં માન્ચેસ્ટર સિટી ૨૯ જીત અને સાત ડ્રો સાથે કુલ ૩૬ મેચમાં અપરાજિત રહી હતી.

સેકન્ડ લેગમાં માન્ચેસ્ટર સિટી તરફથી આઠમી મિનિટે ગેબ્રિયલ જેસુસે ગોલ કરી ટીમને લીડ અપાવી હતી પરંતુ આ લીડ વધુ સમય ટકી શકી નહોતી અને ૧૭મી મિનિટે મોહંમદ એલ્યુનોસીએ ગોલ કરી એફસી બાસેલને ૧-૧ની બરાબરી અપાવી હતી. પ્રથમ હાફમાં બંને ટીમો ૧-૧ની બરાબરી પર રહ્યા બાદ બીજા હાફમાં ૭૧મી મિનિટે માઇકલ લેન્ગે ગોલ કરી બાસેલને ૨-૧ની સરસાઈ અપાવી હતી. મેચ જીતી હતી. એફસી બાસેલનો ચેમ્પિયન્સ લીગમાં પોતાની છેલ્લી ત્રણ અવે મેચ જીતી હતી જેમાં સીએસકેએ મોસ્કો, બેનિફિકા અને માન્ચેસ્ટર સિટી સામેલ છે જે તેમનો ચેમ્પિયન્સ લીગમાં સારો દેખાવ છે. આ મેચમાં માન્ચેસ્ટર સિટી દ્વારા ૯૮૭ પાસિસ કર્યા હતા જે આ લીગનો રેકોર્ડ છે.