ચેમ્પિયન્સ લીગમાં પીએસજી સામે રિયલ મેડ્રિડનો વિજય - Sandesh
  • Home
  • Sports
  • Football
  • ચેમ્પિયન્સ લીગમાં પીએસજી સામે રિયલ મેડ્રિડનો વિજય

ચેમ્પિયન્સ લીગમાં પીએસજી સામે રિયલ મેડ્રિડનો વિજય

 | 2:10 am IST

ચેમ્પિયન્સ લિગમાં રિયલ મેડ્રિડે તેના કટ્ટર પ્રતિસ્પર્ધિ પીએસજીને પરાજય આપીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. લીગ મેચમાં રિયલ મેડ્રિડે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ગોલની મદદથી પીએસજીને ૨-૧થી પરાજય આપ્યો હતો. રોનાલ્ડોએ ઓપનિંગ ગોલ કરીને પોતાની ટીમનો વિજય નિશ્ચિત કરી દીધો હતો. બીજી તરફ લિવરપુલે પણ પોર્ટે સામેની મેચ ડ્રોમાં ખેંચી હતી. આ સાથે લિવરપુલે પણ ક્વાર્ટરફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. આ પહેલાની મેચમાં ૫-૦થી મેળવેલો વિજય લિવરપુલને ફળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અંતિમ આઠ ટીમમાં પહોંચીને રિયલ મેડ્રિડે પોતાનો વિજયોલ્લાસ વ્યક્ત કર્યો હતો તે બીજી તરફ પીએસજીના સમર્થકો દ્વારા રિયલ મેડ્રિડની ટીમની હોટેલ પર તોડફોડ કરાઈ હોવાના પણ અહેવાલ ફરતા થયા હતા.