પાકિસ્તાનીએ ટીમ ઈન્ડિયાને કહ્યું- "બાપ કોણ છે" શમી થયો ગુસ્સે પરંતુ ધોનીએ પાડ્યો શાંત, જુઓ વીડિયો - Sandesh
NIFTY 10,860.75 +17.90  |  SENSEX 35,770.51 +77.99  |  USD 67.5900 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • પાકિસ્તાનીએ ટીમ ઈન્ડિયાને કહ્યું- “બાપ કોણ છે” શમી થયો ગુસ્સે પરંતુ ધોનીએ પાડ્યો શાંત, જુઓ વીડિયો

પાકિસ્તાનીએ ટીમ ઈન્ડિયાને કહ્યું- “બાપ કોણ છે” શમી થયો ગુસ્સે પરંતુ ધોનીએ પાડ્યો શાંત, જુઓ વીડિયો

 | 5:33 pm IST

ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં ભારત સામે પાકિસ્તાનનો વિજય થયા બાદ ટીમ ઇન્ડિયાન ક્રિકેટર અને ભારતીય ક્રિકેટ ચાહકો પાકિસ્તાનને ખેલભાવના દર્શાવીને અભિનંદન આપી રહ્યા છે. તેવામાં પાકિસ્તાનના કોઈ એક ફેન્સે મેચ બાદ ઓવલમાં ભારતીય ખેલાડીઓ સાથે ખરાબ વર્તન કર્યાનો  એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં પાકિસ્તાની ફેન્સ ભારતીય ખેલાડીઓને “બાપ કોન હૈ” જેવા શબ્દો કહી રહ્યાં છે. એક પાકિસ્તાની ફેન્સ કોહલીને કહી રહ્યો છે કે, કેમ કોહલી બધી અક્કડ જતી રહી. તે ઉપરાંત પાકિસ્તાની સમર્થકો ભારતીય ખેલાડીઓને પૂછી રહ્યા હતા કે કોણ બાપ છે?, આ દરમિયાન બોલર શમી પાકિસ્તાની સમર્થકને જવાબ આપવા પાછળ વળ્યો હતો પરંતુ પાછળ આવતા ધોનીએ તેને શાંત કરી સાથે લઇ ગયો હતો.